ખનીજ વિભાગ પણ હવે મોડેન બન્યું, ડ્રોન કેમેરાથી ઝડપી બે ચોરી

બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા સતત બીજા દિવસે પણ મેગા દ્રાઈવ કરી ડ્રોન કેમેરાની મદદથી બે જગ્યાએ ખનીજ ચોરી ઝડપી પાડી રૂ 30 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ.

ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર દ્વારા ખનીજ ચોરી ઝડપી પાડવા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવાની સૂચના અને આદેશ થતાંજ બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશીએ તેમની ટીમને માર્ગદર્શન આપતા પ્રથમ દિવસે રાત્રે આઠ ડમ્પર ઝડપી રૂ બે કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યા બાદ ગતરોજ ફરી વહેલી સવારે ભૂસ્તર અધિકારીની સુચના અને માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટિમ જેમાં શક્તિદાન ગઢવી, મેહુલ દવે અને વિરેન્દ્રસિંહ સોલંકી જેઓ દાંતીવાડા અને ડીસામાં ખનીજ ચોરી ની ફરિયાદોને ધ્યાને લઈને ડ્રોન કેમેરાની મદદથી દાંતીવાડાના આકોલી ગામે સીપૂ નદીના પટ માંથી સાદી રેતી ભરીને જતા રોયલ્ટી પાસ વગરના બે ટ્રેકટર ઝડપી પાડેલ અને રૂ 5 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંથાવાડા પોલીસને સુપ્રત કરેલ જ્યારે ડીસાના વિરુણા ગામે તળાવમાં બિનધિકૃત ખોદકામ થતું. હોવાની ફરિયાદ મળતા ડ્રોન કેમેરાની મદદથી તપાસ કરતા એક જેસીબી અને એક ટ્રેકટર મળી આવેલ અને બિનધિકૃત ખોદકામ કરતા હોઇ રૂ 25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વિરુણા પંચાયત ને સુપ્રત કરેલ. આમ વધુ એક જ દિવસમાં ડ્રોન કેમેરાની મદદથી રૂ 30 લાખનો મુદ્દામાલ ઝડપી પાડેલ.

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ હવે આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી ડ્રોન કેમેરા દ્વારા ખનીજ ચોરી જડપવાનું શરૂ કરતાં ભુમાફિયાઓ માં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠા ભૂસ્તર અધિકારી સુભાષ જોશી ના માર્ગદર્શન હેઠળ સતત બે દિવસ રાત દિવસ ઉજાગરા કરી ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં પ્રસંસા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap