નથુ રામડા,જામનગર : જામનગરમાં વધુ એક બોગસ ડોક્ટરને પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડી મેડીકલ પ્રેકટીશનર એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. પોલીસે આરોપી ઘોડા ડોક્ટરના કબ્જામાંથી ૧૪ ઇન્જેક્શન અને સ્ટેથોસ્કોપ અને દવાનો જથ્થો કબ્જે કરી સીટી સી ડીવીજન પોલીસને હવાલે કર્યો છે.
જામનગરમાં પોલીસે છેલ્લા દોઢ માસના ગાળામાં અડધો ડઝન બોગસ ડોક્ટરને ઉઘાડા પાડ્યા છે. ત્યારે ગઈ કાલે પેટ્રોલિંગ વેળાએ શંકરટેકરી રજાનગર મસ્જીદ પાસે ડો.એસ.એમ. ખાન ક્લીનીક ચલાવતા સખ્સ પાસે કોઈ મેડીકલ ડીગ્રી નહી હોવાની હકીકત મળતા સમગ્ર સ્ટાફે ઉપરોક્ત કલીનીક પર ચેકિંગ કર્યું હતું.
જેમાં કલીનીક ચલાવતો શાહનવાઝખાન મહમદખાન પઠાણ રહે, કાલાવડનાકા બહાર એસ.ટી.ડીવીઝન ની સામે ગ્રીનપાર્ક સોસાયટી શેરી નં.-૧ મકાનનં.-૭ જામનગર વાળા સખ્સના કલીનીક પરથી મેડીકલ ડોકટર ને લગત કોઇ ડીગ્રી મળી ન હતી.
આરોપી શાહનવાઝ પાસે કોઈ ડીગ્રી ધરાવતા ન હોવા છતા કોઇ રજીસ્ટ્રેશન કરાવેલ ન હોય છતા દર્દીઓ ને તપાસી દવાઓ આપતા મળી આવ્યો હતો. પોલીસે કલીનીક પરથી દર્દીઓને દવા આપવા તપાસવાના સાધનો જેમાં એક સ્ટેથોસ્કોપ, એક ડાયમંડ કંપનીનુ બી.પી.ઇંસ્ટુમેંટ બી.પી.માપવા માટેનુ મશીન અને ૧૪ નંગ ડિસ્પોવેન કંપનીના ઈન્જેકશન બે નંગ સીઝર કેચી અને ડાયાબીટીસ માપવાનુ એક્યુચેકએક્ટીવ કંપનીનુ એક મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપી બોગસ તબીબ સામે સીટી સી ડીવીજન પોલીસે મેડીકલ પ્રેકટીસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને સીટી સી ડીવીજન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
