કચ્છ: મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસ મામલે વધુ એક આરોપી ઝડપાયો, જાણો વિગતો

બિમલ માંકડ,કચ્છ: મુન્દ્રા પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ ડેથ કેસના મામલામાં વધુ એક આરોપી જે મુખ્ય આરોપીની મદદગારી કરી હોવાનું સામે આવતા આ પ્રકરણમાં તેની સંડોવણી સામે આવી છે. ત્યારે મુન્દ્રા પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવનાર શખ્સને સ્થાનિક પોલીસે મુન્દ્રા ખાતેથી ધરપકડ કરી છે.

આ ચકચારી કેસના તપાસનીશ ડીવાયએસપી પંચાલે આ અંગે જણાવ્યું હતું કે, સમગ્ર કેસની ઝીણવટભરી તપાસમાં અન્વયે મુન્દ્રા પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા શંભુ દેવરાજભાઈ ઝરૂની સંડોવણી હોવાનું તપાસ દરમિયાન સામે આવતા તેની પણ ધરપકડ કરાઈ છે અને મુન્દ્રા ખાતેજ રહેતા આ આરોપીને તપાસનીશ ટીમ દ્વારા ધરપકડ કરી લેવાઈ છે.

આ બાબતે વધુ વિગતો સાથે પંચાલે કહ્યું હતું કે આરોપી મુન્દ્રા પોલીસ મથકમાં જીઆરડી ( ગ્રામ રક્ષક દળ) ના તરીકે ફરજ બજાવી રહ્યો હતો અને અન્ય આરોપીઓ સાથે તપાસમાં જોડાયેલો હતો. આરોપી શંભુ મુખ્ય આરોપીઓ સાથે પ્રાગપર ચોકડી પર ગયો હતો અને તેઓની મદદગારી કરી હતી. તપાસ દરમીયાન આ ગંભીર બાબત સામે આવતા વધુ એક નામ આ પ્રકરણમાં જોડાયું છે અને તાત્કાલિક અસરથી આરોપીની અટક કરવામાં આવી છે.

એટીએસ ટીમે ઝડપેલા આરોપી ગફુરજી ઠાકોરનો પણ કબ્જો મેળવ્યો છે બન્ને આરોપીઓની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હોવાનું પણ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap