72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પદ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતના આ પાંચ હસ્તીઓને મળ્યા અવોર્ડ

72 પ્રજાસત્તાક દિવસના પૂર્વ સંધ્યા પર દેશના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતના પણ પાંચ હસ્તીઓને પદ્મ અવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. પૂર્વ મુખ્યમંત્રી કેશૂભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે નરેશ-મહેશની બેલડીને મરણોપરાંત પદ્મ શ્રીથી સન્માનિત કરવામા આવશે.

ગુજરાતીઓનું સન્માન

•કેશુભાઈ પટેલ: પદ્મ ભૂષણ (મરણોપરાંત)
•મહેશ અને નરેશ કનોડિયા: પદ્મશ્રી (મરણોપરાંત)
•દેવુદાન ગઢવી: પદ્મશ્રી (સાહિત્ય અને શિક્ષણ)
•ચંદ્રકાન્ત મહેતા: પદ્મશ્રી (સાહિત્ય અને શિક્ષણ)

પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌથી મોટું નામ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું છે. જેમને પદ્મ વિભૂષણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. આબે સહિત કુલ 7 લોકોને આ પુરસ્કારો આપવામાં આવ્યો છે. જેમાં એસપી બાલા સુબ્રમણ્યમ, ડો. નિરિંદરસિંહ કપેની અને સુદર્શન સાહુ જેવા નામો શામેલ છે.

પદ્મ વિભૂષણ મેળવનારા 7 લોકો

72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પદ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતના આ પાંચ હસ્તીઓને મળ્યા અવોર્ડ

પદ્મ ભૂષણથી સન્માનિત રામ વિલાસ પાસવાન, તરુણ ગોગોઈ

પદ્મ વિભૂષણની સાથે પદ્મ ભૂષણ પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. દિવંગત એલજેપી નેતા રામ વિલાસ પાસવાનને પણ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. સાથે તરુણ ગોગોઈ, સુમિત્રા મહાજન, નપેન્દ્ર મિશ્રા, કેશુભાઇ પટેલ સહિત કુલ 10 લોકોને પદ્મ ભૂષણ અપાયું છે.

72મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પદ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતના આ પાંચ હસ્તીઓને મળ્યા અવોર્ડ

પદ્મશ્રી પુરસ્કારોની વાત કરવામાં આવે તો ગોવાના પૂર્વ રાજ્યપાલ મૃદુલા સિંહા, બ્રિટીશ ફિલ્મ પીટર બ્રૂક અને પ્રોફેસર ચમનલાલ સપ્રુ સહિત કુલ 102 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap