ઉના: મુંગાપશુઓને કતલખાને લઇ જવાતા બચાવ્યા, 3 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડ્યા

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉનામાં મુંગા પશુને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી આધારે ગૌપ્રેમી યુવાનોએ ઉના પોલીસે જાણ કરતા પોલીસ તાત્કાલીક સ્થળ પર ગયેલ હતી. અને તપાસ હાથ ધરતા પાસ પરમીટ વગર પશુઓને હેરાફેરી કરતા ત્રણ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉના: મુંગાપશુઓને કતલખાને લઇ જવાતા બચાવ્યા, 3 શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડ્યા

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ખોડા ભીમા જોગદીયા રહે. ફાટસર, અસ્લમ ઉર્ફે સીરાજ કાસમ ચોરવાડા રહે. ઉના, રમજાન ઉર્ફે કાલો ભીખા સરતાન રહે.ફાટસર તા.ગીરગઢડા આ તમામ શખ્સો મુંગા પશુઓ  દોઢથી બે વર્ષની ઉંમરના 6 વાછરડાઓને કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે પોલીસે ઊના ભાવનગર રોડ પર રોકડીયા હનુમાન મંદિર પાસે મોડી રાત્રીના સમયે જી.જે 14એક્સ 6578 બોલેરો વાહનમાં તલાસી લેતા પાસ પરમીટ વગર હેરાફેરી કરતા હોય અને વધુ પુછપરછ કરતા આ શખ્સોએ જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામના ખારા પાસેના રસ્તા પરથી વાહનમાં ભરેલ હોવાનું કબુલતા અને આ પશુઓને વાહનમાં હેરાફેરી કરવા માટે બાઇકનો જીજે 32 એમ 7203 સહીત કુલ કિ.રૂ. 2 લાખ 46 હજારના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડેલ છે. આ અંગેની ઉના પોલીસે ફરીયાદ નોંધી આગળની વધુ તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જોકે મોડી રાત્રીના સમયે ગૈ તસ્કરી કરનાર ટોળકીઓને ગૈપ્રેમી યુવાનોએ પકડી પાડી પોલીસેને જાણ કરેલ આમ અગાઉ પણ પશુઓની હેરાફેરી કરતા શખ્સોને પકડી પડેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap