હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ કોરોના પોઝિટિવ થયા છે. તેમણે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, તે કોરોના સંક્રમિત થયા છે અને તે અંબાલા કેન્ટની સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. જે લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેમની કોરોના ટેસ્ટ કરાવે.
મહત્વાની વાત એ છે કે, કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે અનિલ વિજને પહેલા વેક્સિન આપવામાં આવી હતી, વિજે જાતે જ આ પરીક્ષણ માટે વોલન્ટિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હરિયાણામાં 20 નવેમ્બરના રોજ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ હતી, જે દરમિયાન વિજને પ્રથમ વેક્સિન આપવામાં આવી હતી.
ભારત બાયોટેક કંપની, આઇસીએમઆર સાથે મળીને કોરોનાની વેક્સિન કોવાક્સિનનું ઉત્પાદન કરી રહી છે.
