અનિલ કપૂરે બનાવ્યા જોરદાર બાયસેપ્શ, જાણો કેવી રીતે રાખે છે ખુદને ફિટ

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર તેની એક્ટિંગથી તેની ફિટનેસ માટે જાણીતો છે. અનિલ કપૂર ભલે ઉંમરમાં મોટો થઇ ગયો હોય, પરંતુ તેની ફિટનેસને કારણે પહેલાની જેમ હેન્ડસમ અને યંગ લાગે છે. અનિલ કપૂર હંમેશાં તેના વર્કઆઉટ્સ અને ફિટનેસ વીડિયો શેર કરે છે.

અનિલ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં બાઇસેપ્સ બતાવવામાં આવી છે. આ ફોટો શેર કરતા લખ્યું કે, મને લાગતું હતું કે એક દિવસ લોકોની જેમ બાયસેપ્શન બતાવતા ફોટા પણ મૂકીશ. મારુ સપનું હતું અને આ ફોટો તે જુના સપનાને સાકાર કરે છે. તમે પરેશના ન ન થાઓ હું અહીં કંઈપણ ખોટું કરવા જઇ રહ્યો નથી. ફક્ત એટલું કહુ છું કે હંમેશા નાની નાની વાતોની ઉજવણી કરવી જોઇએ.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

 

 

 

 

A post shared by anilskapoor (@anilskapoor)

તેણે લખ્યું કે, લોકડાઉનમાં મારુ એક લક્ષ્ય મારી જાતને ફીટ રાખવાનું હતું. આ નવા દેખાવ પાછળનો મારો ખોરાક પ્રત્યેનું નવું વલણ છે. આ સમય દરમિયાન, હર્ષ અને મારો ટ્રેનર માર્ક મને આહાર વિશે યાદ અપાવતા હતા. હું લડ્યો અને હું જીતી ગયો. ક્યારેક હું પડી ગયો. આ સમય દરમિયાન, હું સમજી ગયો કે કુટુંબ સાથે રહીને નબળી કડી પણ મજબૂત બને છે. ઘરના દરેક સભ્યોએ આમાં મારી મદદ કરી છે. “

પંજાબી હોવાને કારણે ખોરાક એ મારી સૌથી મોટી નબળાઇ છે.
તેમણે કહ્યું કે, ફિટનેસ કોઇ મહિલા કે કોઈ પુરુષની વાત નથી, આ માટે આખા પરિવારનો ટેકો જરૂરી છે. મારા પરિવારે મારો સાથ આપ્યો છે. તે હંમેશા સરળ નથી. એક પંજાબી છોકરા માટે તે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ જ્યારે હું આ તસવીરો જોઉં છું, ત્યારે આ મહેનતનો ફાયદો દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap