દીવમાં મેજર ડિસ્ટ્રિક્ટ રોડની માપણી કરાતા લોકોમાં રોષ,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: દીવના સાઉદી વાડી વિસ્તારથી વણાકબારા સરકારી હોસ્પિટલ સુધીનો મેજર ડીસ્ટ્રીકટ રોડ સંદર્ભ રોડની માપણી કરવામાં આવી હતી. જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને મકાન માલિકો તથા જમીન માલિકો રોડ ઉપર આવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દીવના સાઉદી વાડીમાં હોટલ મહેશ્વરીથી વણાકબારા સરકારી હોસ્પિટલ સુધીનો માર્ગ પ્રશાસન દ્વારા મેજર ડીસ્ટ્રીકટ રોડ બનાવવાના સંદર્ભે સામાજિક મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા અત્યાર સુધીમાં બેઠકો કરી અને લોકોના સજેશન ઓબજેક્સન સાંભળ્યા હતા. બેઠકોમાં મકાન માલિકોને જમીન માલિકોએ વિરોધ દર્શાવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી પછી મેજર ડિસ્ટ્રિક્ટ રોડની તપાસ તથા માપણીની શરૂઆત કરવામાં આવી હતી. આ રોડની માપણીમાં 283 જેટલા લોકોની જમીન અને મકાનોને પ્રભાવિત કરે છે. જેથી ગ્રામજનોએ માપણીનો વિરોધ કરતાં દીવ એસ.પી અનુજકુમાર અને મામલતદાર ચંદ્રહાશ વાજા સ્થળ પર પહોંચીને ગ્રામજનોને સમજાવી માપણી માટે સહમતી લીધી હતી. સામાજિક પ્રભાવ મૂલ્યાંક સમિતિના કર્મીઓએ માપણીની કામગીરી શરૂ કરી હતી. માપણીનો રિપોર્ટ દીવ કલેક્ટર સલોની રાયને રજુ કરવામાં આવશે. અને ત્યારબાદ ફરી જન સુનવાઈની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap