વેસ્ટમાંથી બેસ્ટ: સામાન્ય પરિવારનાં વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઇકનો નવો આવિસ્કાર કર્યો

પાર્થ મજેઠીયા,ભાવનગર: શહેરના શિશુવિહારમાં રહેતા એક સામાન્ય પરિવારનાં વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઇકનો આવિસ્કાર કર્યો, આર.ટી.ઓ.નાં નિયમોમાંથી છુટકારા સાથે પ્રદુષણ અટકાવવાના અભિગમ સાથે ભાવનગરમાં ધોરણ-૧૨ કોમર્સના વિદ્યાર્થીએ ઓટોમેટીક ચાલતા વાહનનો સફળ આવિષ્કાર કર્યો હતો અને ઇલેક્ટ્રીક બાઇકને આકર્ષક લુક પણ આપ્યો છે.

વેસ્ટમાંથી બેસ્ટ: સામાન્ય પરિવારનાં વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઇકનો નવો આવિસ્કાર કર્યો

ભાવનગરમાં આર.ટી.ઓ ના નિયમોનું પાલન ન કરવાને લીધે દર મહિને સરેરાશ ૩૦૦ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભાવનગર શહેરના શિશુવિહારમાં રહેતા યશ પ્રવિણભાઈ પરમાર નામનાં ૧૭ વર્ષીય યુવાને આર.ટી.ઓ ની જટીલતા વિના વાહન બનાવવાનો વિચાર યશનાં મનમાં ઉદ્દભવ થયો સમસ્યાનું સમાધાન નહિં. પરંતુ તેનો ઉકેલ લાવવો એક અનોખો ઉપાય અજમાવી નાખ્યો અને એક નવી ગાડીની બોડી બનાવી આર.ટી.ઓ.ની કોઇ જન્જટ ન રહે તેવી મીની ઇલેક્ટ્રીક બાઇકનો આવિસ્કાર કર્યો મીની ઇલેક્ટ્રીક બાઇક બનાવવાના સાધનો એક-એક દુકાને જઇ એકઠા કરી આ યુવાને લોકડાઉનનાં ૬ મહિનામાં પોતાનાં ઘરે જ મીની ઇલેકટ્રિક બાઈક બનાવી આ વિદ્યાર્થી એ સમાજને એક નવો રાહ બતાવ્યો હતો.

વેસ્ટમાંથી બેસ્ટ: સામાન્ય પરિવારનાં વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઇકનો નવો આવિસ્કાર કર્યો

આ ઇલેકટ્રિક બાઇકમાં ઇન્ડિકેટર, કરન્ટ લાઈટ, હોર્ન પણ ફિટ કરવામાં આવ્યા છે. તેમજ આ બાઇકની સ્પીડ કેટલી છે, બાઇકમાં કેટલું બેટરી બેકઅપ છે તે માટે સ્પીડો મીટર અને બેટરી મીટર ઇન્કેટર ફિટ કરવામાં આવ્યા છે. આ ઇલે.બાઇક પ્રતિકલાક ૩૦-૩૫ કિ.મી ની સ્પીડે ચાલી શકે છે. તેમ જ ફૂલ બેટરી ચાર્જ સાથે ૩૫ કી.મી એવરેજ આપે છે અને લગભગ ૧૦ પૈસામાં ૧ કિલોમીટર ચાલે છે. આ બાઇકથી પ્રદુષણ પણ થતું નથી સામાન્ય મેન્ટેનન્સ, પેટ્રોલ-ડીઝલથી છુટકારોની સાથેસાથ ૧૭ વર્ષીય વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઈક બનાવી એક નવો જ આવિષ્કાર કરી સફળ કર્યો હતો, આ ઇલેક્ટ્રિક બાઈક બનાવવા માટે ૧૫ થી ૧૭ હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap