રવિ નિમાવત,મોરબી: મોરબી રાજકોટ હાઈ-વે પર ટંકારા નજીક ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે. ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલનો મોટો પથ્થર પડ્યો હોય અને બાળકી રમતી હોય ત્યારે પથ્થર માથે પડતા બાળકીને ગંભીર ઈજાઓ થતા કરુણ મોત થયું હતું. તો બનાવને પગલે ટંકારા પોલીસ દોડી ગઈ હતી અને બનાવની ધોરણસરની તપાસ ચલાવી છે.

મળતી માહિતી, મુજબ આજ સવારના સુમારે મોરબી રાજકોટ હાઈ-વે પર ટંકારા નજીક બની રહેલ ઓવરબ્રીજની કામગીરી ધીમીગતિએ ચાલી રહી છે. જેને કારણે અનેકવાર અક્સમાતના બનાવો બનતા રહે છે. ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલનો મોટો પથ્થર બાળકી પર પડતા બાળકીનું મૃત્યુ થયું છે. મૃતકનું નામ લક્ષ્મી રમેશભાઈ ટોળિયા હોવાની માહિતી પણ આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે.
ઓવરબ્રિજના કામમાં વપરાતો મોટો પથ્થર ત્યાં પડ્યો હોય અને બાળકી રમતી હોય ત્યારે પથ્થર માથે પડતા દુર્ઘટના સર્જાઈ હતી. તો હાઈવે નિર્માણ અને ઓવરબ્રિજ કામગીરી ખુબ ધીમી ગતિએ ચાલતી હોય અને અકસ્માતની સંખ્યા વધી રહી હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. જે મામલે તંત્ર ગંભીરતા દાખવે તેવી માંગ પણ લોકો કરી રહ્યાં છે.
