પંચમહાલ: જિલ્લાના હાલોલ ટાઉન પોલીસ મથકના કર્મચારી અને જીઆરડી ગાર્ડના જવાન પેટ્રોલિંગ દરમિયાન ચંદ્રપુરા ખાતે ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક તુફાન એમ્બ્યુલન્સ જીપના ચાલકે બેફામ અને ગફલત ભરી રીતે હંકારી લાવી પોલીસની વાનને પાછળ જોરદાર ટક્કર મારતા પોલીસ વાન રોડ પર ઘસડાઈને આગળ રોડ પર ઉભેલી એક ટ્રક સાથે અથડાતા પોલીસવાનના આગળના ભાગે ભારે નુકસાન થવા પામ્યું હતું.

પોલીસ વાનમાં સવાર ચાલક સહિત અન્ય પોલીસ કર્મીઓ અને જીઆરડીગાર્ડ નો આબાદ બચાવ થયો હતો. તેઓને સદનસીબે કોઈ ઇજાઓ પહોંચી નહોતી. જ્યારે અકસ્માત કરનાર એમ્બ્યુલન્સના ચાલક પ્રમોદ અંકુશ પાટીલ રહે,બામરોલી રોડ પાંડેસરા સુરત નેગાડીમાંથી બહાર કાઢી ચેક નશા કર્યો હોવાનું જણાતા પોલીસે તેને દવાખાને સારવાર કરાવી હાલોલ ટાઉન પોલીસ મથકે લાવી નશાની હાલતમાં પોતાનું વાહન ચલાવી અકસ્માત સર્જવા બાબત તેની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

