ભુજની પાલારા ખાસ જેલમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી

બિમલ માંકડ,કચ્છ: ભુજની પાલારા ખાસ જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયેલાં નખત્રાણાના સાંગનારા ગામના કાન્તિ ઉમર કોલી ઉ.વર્ષ.૩૦ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે.

ભુજની પાલારા ખાસ જેલમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરી

આજે સવારે ૧૧:૩૦ ના અરસામાં કાન્તિએ પાલારા જેલની યાર્ડ નંબર પાંચ (૫)ના ખુલ્લા શૌચાલયમાં લોખંડની બારીના સળિયામાં હાથરૂમાલ અને હાથવણાટની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ ધ્યાને આવતા જેલ સંકુલમાં દોડધામ મચી ગઈ હતી.કાન્તિ સામે ગત ૧૮મી નવેમ્બરે સાંયરા (યક્ષ)ની ૧૬ વર્ષીય કિશોરીનું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ ગુજારવાનો ગુનો નોંધાયો હતો. નખત્રાણા પોલીસે તેની વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ, પોક્સો એક્ટ સહિત વિવિધ કલમો તળે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.૨૫મી નવેમ્બરના રોજ પોક્સો કૉર્ટે તેને પાલારા જેલમાં જ્યુડિસિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ઘટના અંગે ભુજ બી ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર બી.એમ.વસાવાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap