પંચમહાલ: જિલ્લાના ઘોંઘબા તાલુકામાં હાહાકાર મચાવનાર દીપડાને પકડવા માટે સુરતના માડવીથી વનવિભાગની ટીમ ઘોંઘબામાં આવી છે. જેમા હાલ દીપડાની ટ્રેકીગની કામગીરી હાથ ધરવામા આવનાર છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘબા તાલુકામા દીપડાએ હાહાકાર મચાવ્યો છે. શુક્રવારે ઝબુવાણિયા ગામે દીપડાએ એક યુવાન પર હુમલો કર્યો હતો. એક પછી દીપડાના આંતકને લઇને વહીવટીતંત્ર તેમજ વનવિભાગ પણ હરકતમા આવ્યુ હતું. તેમજ અહીના સ્થાનિકો દ્વારા પણ તંત્રને લેખિત રજુઆતો કરવામા આવી હતી. જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ જિલ્લા સમાહર્તાને રજુઆત કરવામા આવી હતી.જેને લઈને સુરતના માડવીથી વનવિભાગની એક્ષપર્ટ ટીમ ઘોંઘબા આવી છે.

જેઓ સ્થાનિક વનવિભાગની મદદથી દીપડાનું ટ્રેકીગ પણ હાથ ધરવામા આવશે. હાલમા દીપડાને પકડવા માટે નવ જગ્યાએ પાજરા મૂકવામા આવ્યા છે. હજુ સુધી ચાલાક દીપડો વનવિભાગને થાપ આપી રહ્યો છે. નોંધનીય છે કે, પાછલા દસ દિવસના દીપડાના હૂમલામાં બે બાળકોના મોત, વૃધ્ધા ઇજાગ્રસ્ત, અને પશુઓ હુમલાનો ભોગ બન્યા છે. જેને લઇને લોકોમા ભારે ભયનો માહોલ વ્યાપી ગયો હતો.
