આંગડીયા પેઢીનો હિસાબ રાખતો કર્મચારી આટલા લાખની રોકડ લઈને થયો રફુચક્કર

રવિ નિમાવત,મોરબી: મોરબીની આંગડીયા પેઢીમાં કામ કરતા કર્મચારી પાસે તમામ વહીવટ હોય જે કર્મચારી હિસાબની ૪૩ લાખથી વધુની રોકડ રકમ ચાઉં કરી જઈને છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

વડોદરાના રહેવાસી મગનભાઈ ઉકાજી પ્રજાપતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, મોરબીના સરદાર ભવન રોડ બાલાજી ચેમ્બર્સમાં તેની ભાગીદારીની રમેશકુમાર પ્રવીણકુમાર એન્ડ કંપની નામની આંગડીયા પેઢી હોય. જેમાં ગત તા. ૩૦-૧૦ ના રોજ આરોપી જીતેન્દ્રકુમાર ક્નાજી પ્રજાપતિ રહે મૂળ રાજસ્થાનવાળા પર વિશ્વાસ રાખી વહીવટ સંભાળવા આપેલ હોય. જે કર્મચારી જીતેન્દ્રકુમાર પ્રજાપતિ આંગડીયા પેઢીમાં જમા થયેલ હિસાબની રોકડ રકમ રૂ ૪૩,૨૦,૫૧૦ ઉચાપત કરી પેઢી સાથે છેતરપીંડી કરી છે અને રોકડ રકમ લઇ જઈને કોઈપણ હિસાબ આપ્યા વગર નાસી ગયાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે અને ફરાર આંગડીયા પેઢીના કર્મચારીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap