આ ગામમાં જમીન અચાનક ઉપર ઉઠવા લાગી, લોકોમાં ભયનો માહોલ

પાર્થ મજેઠીયા,ભાવનગર: ઘોઘા તાલુકામાં આવેલ સુરકા અને હોઈદડ ગામની ગોચરની જમીન અચાનક ગેબી ધડાકા સાથે ઉપસી આવતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, ગામ નજીક લિગ્નાઇટ ખનન દરમિયાન નીકળતી માટીના બનાવાયેલ ડમ્પ બેસી જતા ખેડૂતોની કબજા અને ગોચરની જમીન ૨૦ ફૂટ થી વધુ ઊંચી આવી ગઈ છે, બાડી ગામ નજીક લિગ્નાઇટનું માઇનિંગ કામ ચાલતું હોવાથી તેમાંથી નીકળતી માટી નજીકના હોઈદડ અને સુરકા ગામની ગોચરની જમીન નજીક ઠાલવવામાં આવી રહી છે, માટીના બનાવવામાં આવેલા ડમ્પ અચાનક બેસી જતા જમીન ઉચકાઇ હોવાથી ખેતીની જમીન અને ગૌચરની જમીન સામે જમીન આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

આ ગામમાં જમીન અચાનક ઉપર ઉઠવા લાગી, લોકોમાં ભયનો માહોલ

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ બાડી ગામ નજીક જીપીસીએલ કંપની દ્વારા લિગ્નાઈટની ખનનની કામગીરી થઈ રહી છે, જેથી ખોદકામ દરમિયાન નીકળતી માટી નજીકના હોઈદડ અને સુરકા ગામની ગોચરની જમીન નજીક ઠાલવવામાં આવી રહી છે, લાખો ટન માટી ઠાલવવાના કારણે 200 થી 250 ફૂટ ઊંચા માટીના પાળા નું નિર્માણ થયું છે, ત્યારે નવા વર્ષની વહેલી સવારે અચાનક ગેબી ધડાકા સાથે માટીના બનાવાયેલા પાળા જમીનમાં ધસી ગયા હતા જેને કારણે ગોચરની 10 વીઘા જેટલી જમીન તેના મૂળ લેવલથી 30 ફૂટ કરતા વધુ ઉચકાઇ ગઈ હતી જ્યારે અમુક જગ્યા પર ખેડૂતોની ખેતીની 8 થી 10 વીઘા જમીન પણ ઊંચી આવી ગઈ છે.

આ ગામમાં જમીન અચાનક ઉપર ઉઠવા લાગી, લોકોમાં ભયનો માહોલ

ઘોઘા તાલુકાના બાડી ગામ નજીક આવેલ જમીન પર જીપીસીએલ કંપની દ્વારા લિગ્નાઇટ ખનનની કામગીરી થઇ રહી છે, જેના કારણે ત્યાં સેંકડો વીઘા જમીનમાં મોટા મોટા પાળાનું નિર્માણ થયું છે, જે માટીના બનાવાયેલ પાળા પરથી રોજના સેંકડો ટ્રકો માટીની આ રસ્તા પરથી હેરફેર કરતા હોય છે, પરંતુ દિવાળીના તહેવારો ચાલતા હોવાથી હાલ લિગ્નાઇટ માઇનિંગનું કામ બંધ હતું, જેથી મોટી હોનારત થતા ટળી ગઇ હતી, પરંતુ જો લિગ્નાઇટ ખનન ની કામગીરી ચાલુ હોત તો પાળા ધસી પડવાની ઘટનામાં અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હોત.

આ ગામમાં જમીન અચાનક ઉપર ઉઠવા લાગી, લોકોમાં ભયનો માહોલ

ઘોઘાના અને હોઈદડ ગામે ગૌચરની જમીન ઉપસી આપવાના કારણે ગામલોકો ચિંતિત બન્યા છે, સાથે નજીકમાં જ ગામ આવેલું હોય ગોચરની જમીનમાં ઘટના બની એવી ઘટના જો ગામમાં બને તો ગામની અને ગામમાં વસતા લોકોની શું સ્થિતિ થાય એ બીક ગામ લોકોને સતાવી રહી છે સાથે જ માટીના પાળા ગામથી એક કિલોમીટરથી વધુ દૂર બનાવવામાં આવે તેવી સરપંચ દ્વારા માંગ કરવામાં આવી છે આ બાબતે ગામલોકોએ ભાવનગર કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap