કિશન બાંભણિયા,ગીર સોમનાથ: દીવના ફુદમ મેઈન રોડ પર નાગવાનો યુવક પુર ઝડપે બાઈક લઈને ગુજરાતના સીમાસી ગામના રીક્ષા ચાલકને ઝોરદાર ટક્કર મારતાં અકસ્માત થતાં નાગવાના યુવકને છાતી અને કમળના ભાગે અને માંગરોળના યુવકને પગ અને હાથમાં ફેક્ચર થતાં ગંભીર રીતે ઘાયલ હતાં. બંનેને રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે રીક્ષા ડ્રાઇવરને માથાંના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઉના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો.

આ અકસ્માતની જાણ દિવ પોલીસને થતાં પોલીસ ઘટના અને હોસ્પિટલમાં જઈને ઘાયલોને સારવાર આપી બાઈક અને રીક્ષાનો કબ્જો લઈને આગળની કાર્યવાહી એસપી અનુજકુમારની આગેવાની હેઠળ પીઆઈ પંકેજ ટન્ડેલ ચલાવી રહ્યાં છે.
