ધોલેરા: વટામણ હાઈ-વેના પીપળી ગામ પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એકનું મોત થયુ હતું અને અન્ય ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા ધંધુકાની આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. મૃતક અને ઇજાગ્રસ્તો ધોલેરાના ભાણગઢ ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે.
