કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય પ્રવાસ માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે. શાહ ભાજપના ચૂંટણી પ્રચારને વધુ તીવ્ર બનાવવા રાજ્યમાં પહોંચ્યા છે અને આ દરમિયાન તે ઘણી સભાઓમાં ભાગ લેશે. જાહેર સભાઓને પણ સંબોધન કરશે. દરમિયાન, ટીએમસીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઇ શકે છે.
કોલકાતા પહોંચ્યા બાદ અમિત શાહે ટ્વિટર પર લખ્યું, “કોલકાતા પહોંચ્યા. હું ગુરુદેવ ટાગોર, ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર અને શ્યામા પ્રસાદ મુખર્જી જેવા મહાન લોકોની આ ભૂમિને નમન કરું છું.”
આ છે અમિત શાહના આજના કાર્યક્રમ
•શનિવારે અમિત શાહ બપોરે ભાજન ખેડૂતોના ઘરે કરશે. ત્યાર બાદ મિદનાપુરની એક કોલેજમાં જનસભાનું સંબોધન કરશે.
•અમિત શાહ રવિવારે શાંતિનિકેતનની વિશ્વ ભારતી યુનિવર્સિટી જશે. ત્યાર બાદ તેઓ બોલપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે, ત્યારબાદ રોડ શો અને શો કરશે.
પશ્ચિમ બંગાળમાં ચાલુ છે રાજકીય ઉથલ-પાથલ
જણાવી દઇએ કે પશ્ચિમ બંગાળમાં રાજકીય ઉથલ પાથલ તીવ્ર બની છે. શાહના આગમન પહેલા ટીએમસીના ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તે ભાજપમાં પ્રવેશ કરે તેવી સંભાવના છે.
ટીએમસીના પ્રભાવશાળી નેતાઓ શુભેન્દુ અધિકારી અને શીલાભદ્ર દત્તા જેવા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. શુભેન્દી રાજ્ય મંત્રીમંડળમાં પ્રધાન પણ હતા. આ બંને નેતાઓ ઉપરાંત કેટલાક ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઇ શકે છે.
દરમિયાન આસનસોલ ટીએમસી નેતા જીતેન્દ્ર તિવારીએ ભાજપમાં પ્રવેશ પર યુ-ટર્ન લીધો છે. ભાજપના સાંસદ બાબુલ સુપ્રિયોએ તેમના ભાજપમાં જોડાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી, જીતેન્દ્ર તિવારીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ મમતા બેનર્જીની માફી માંગશે અને ટીએમસીમાં રહેશે.
