અમિત શાહનું ફોર્મૂલા ‘Special-7’તૈયાર, શું મમતા બેનર્જીના ગઢને તોડી પાડવામાં સફળ રહેશે ?

પશ્ચિમ બંગાળમાં આગામી કેટલાક મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેથી બંગાળ રાજકાણ ગરમાયું છે. મમતા બેનર્જીના ગઢ પર વિજય મેળવવા અને પશ્ચિમ બંગાળમાં ઘુસવા માટે ભાજપ એક વિશેષ વ્યૂહરચના ઘડી રહી છે. તેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાત કેન્દ્રીય મંત્રીઓની એક ટીમ તૈયાર કરી છે. પાર્ટીએ તેમને મમતા બેનર્જીના ગઢને ધ્વસ્ત કરવાની જવાબદારી સોંપી છે.

ભાજપની ‘સ્પેશ્યલ-7’ટીમમાં સંજીવ બાલિયન, ગજેન્દ્ર શેખાવત, અર્જુન મુંડા, મનસુખ માંડવીયા, કેશવ મૌર્ય, પ્રધાનસિંહ પટેલ અને નરોત્તમ મિશ્રા સામેલ છે. આ તમામ નેતાઓ રાજ્યમાં પાર્ટીને તેમના સ્તરે મજબૂત કરશે અને મમતા બેનર્જીની કમજોરીઓને શોધી કાઢશે અને તે મુજબ રણનીતિ ઘડશે. આ તમામ 7 નેતાઓને 6-6 લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.

  1. ગજેન્દ્રસિંહ શેખાવત – કોલકાતા પ્રદેશ
  2. અર્જુન મુંડા – ઝાલાગ્રામ, પુરૂલિયા પ્રદેશ
  3. મનસુખ માંડવીયા – હલ્દિયા પ્રદેશ
  4. સંજીવ બાલિયન – મુર્શિદાબાદ પ્રદેશ
  5. પ્રહલાદ પટેલ – ઉત્તર બંગાળ પ્રદેશ
  6. કેશવ મૌર્ય – હાવડા પ્રદેશ
  7. નરોત્તમ મિશ્રા

અમિત શાહ આ તમામ 7 નેતાઓ સાથે તેમના બે દિવસીય બંગાળ પ્રવાસ પર મુલાકાત કરશે. આ બેઠકમાં અમિત શાહ આ તમામ નેતાઓને અપાયેલી લોકસભા વિશે ચર્ચા કરશે. માહિતી અનુસાર, આ તમામ 7 નેતાઓને ચૂંટણી સુધી મહિનામાં ઓછામાં ઓછા 10 થી 15 દિવસ માટે આ 6 લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યાં, ચૂંટણીની રણનીતિની સાથે, સંગઠન કાર્યની સાથે-સાથે કેન્દ્રની સાથે સંકલન પણ જોશે. મળતી માહિતી મુજબ આ તમામ નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સંગઠન પ્રધાન બી.એલ. સંતોષને સમય-સમય પર રિપોર્ટ કરશે.

જણાવી દઈએ કે,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે બંગાળની મુલાકાતે જઇ રહ્યા છે. આ દરમિયાન, તેઓ આ નેતાઓ સાથે એક અલગ બેઠક કરશે. મિદનાપુરથી પરત ફર્યા બાદ અમિત શાહ 19 ડિસેમ્બરે સાંજે કોલકાતામાં બધા નેતાઓને મળીને તેમની યોજના તૈયાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap