કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બંગાળ પ્રવાસનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે શાહ બીરભૂમ જિલ્લા પહોંચ્યા હતાં. અહીં તેમણે શાંતિનિકેતનના રવીન્દ્ર ભવનમાં રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપી હતી. શાહે વિશ્વ ભારતી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, જે દરમિયાન મંચ પર અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
જણાવી દઈએ કે, અમિત શાહ શનિવારે કોલકાતા પહોંચ્યા હતા. તેમની પ્રવાસનું આયોજન પશ્ચિમ બંગાળમાં ભાજપની ચૂંટણી તૈયારીઓ પર ભાર મૂકવા માટે કરવામાં આવ્યું છે.
શનિવારે તેમણે મિદનાપુરના એક કોલેજ ગ્રાઉન્ડમાં સભાનું સંબોધન કર્યું હતું. તેમાં તેમણે રાજ્ય સરકાર પર ખૂબ આકરા પ્રહારો કર્યો હતા.રેલીનું સંબોધન કરતા અમિત શાહે 200 સીટ પર જીત મેળવવાનું જણાવ્યુ હતું.સાથે દાવો કર્યો હતો કે, ચૂંટણી આવતા ટીએમસી પાર્ટીમાં માત્ર મમતા બેનર્જી જ રહેશે.
શાહની મુલાકાત દરમિયાન તૃણમૂલના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. તૃણમૂલ સરકારમાં કેબિનેટ મંત્રી શુભેન્દુ અધિકારીએ પણ ભાજપમાં જોડાયા છે.
ભાજપના જણાવ્યા મુજબ, 10 ધારાસભ્યો સહીત એક ટીએમસી સાંસદ અને ભૂતપૂર્વ સાંસદ પાર્ટીમાં જોડાયા છે. 10 ધારાસભ્યોમાંથી 6 ટીએમસીના છે. ત્યાં 2 સીપીઆઇ (એમ), દરેક સીપીઆઈ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ છે.
સુનીલ મંડસ, સાંસગ બર્દવાન,દશરથ ટિર્કી,પૂર્વ સાંસદ
આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા,શુભેન્દ અધિકારી નંદીગ્રામ,તાપસી મંજલ હલ્હિયા, અશોક ડિન્ડા તામલુક,સુદીપ પુખર્જી પુરૂલિયા,સૈકત પાંજા બર્દવાન,શિલભદ્ર દત્તા બેરકપુર, દિવાલી બિસ્વાસ ગલોજ, સુકરા મુંડા નગરકાટા,બિસ્વજીત કુન્ડુ કલના, બાનાક્ષી મેતી કાઠીનોર્થ
