અમેરિકામાં લગભગ સાત દાયકામાં ફેડરલ સરકારે એક મહિલાને ફાંસીની સજા સંભળાવી છે. બુધવારે, આ સજા એક ઘાતકી ફોજદારી કેસમાં 52 વર્ષીય લિસા મોન્ટગોમરીએ એક ક્રૂર આપરાધિક મામલે આપવામાં આવી હતી.
જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, મોન્ટગોમરીને 1:31 am ઈસ્ટર્ન ટાઈમ (0631 GMT)પર મૃત જાહેર કરવામાં આવી હતી.
લિસા મોન્ટગોમરીને મિઝુરીમાં રહેતી ગર્ભવતી મહિલાની હત્યા કરવા અને બાળકને તેના ગર્ભાશયની બહાર કાઢવા બદલ દોષી ઠેરવવામાં આવી હતી. તેને ઇન્ડિયાનાના ટેરે હૌટેની મધ્યસ્થ જેલમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી.
અમેરિકના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઈડેનના શપથ લીધાના થોડા દિવસ પહેલા જ મોન્ટગોમરીને મૃત્યુદંડની સજા ફટકારી છે. જોકે બઈડેન ફાંસીની સજાની વિરુદ્ધ છે.
આ કેસ વર્ષ 2004નો હતો
આ કેસ 16 ડિસેમ્બર, 2004 નો છે, જ્યારે લિસા મોન્ટગોમરી એક કૂતરાને લેવાને બહાને કેનસાસ સ્થિત પોતાના ઘરથી સ્કિડમોરમાં 23 વર્ષીય કૂતરાઓ વેચનાર બોબી જો સ્ટિનેટના ઘરે પહોંચી હતી.
ન્યૂઝ એજન્સી AFPના જણાવ્યા અનુસાર,બાળકને જન્મ આપવામાં અસમર્થ મોન્ટગોમરીએ કાળજીપૂર્વક તેની શિકાર – 23 વર્ષીય બોબીની ઓળખ ઓનલાઈને થઈ હતી.
મોન્ટગોમરીએ રસ્સીથી ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં તેમણે મહિલાનું પેટ ફાડી નાંખ્યું અને બાળકને નિકાળીને ફરાર થઈ ગઈ હતી. બીજા દિવસે તેણીની ધરપકડ કરવામાં આવી અને નવજાત બાળકને બચાવી લેવામાં આવ્યો હતો.
