3 કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત આંદોલન કરી રહ્યા છે, તે દરમિયાન આંદોલનના મુદ્દા પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક થઈ હતી. બંને વચ્ચેની બેઠકમાં ખેડૂતોની માંગ અને તેમના આંદોલનના અંત પર ચર્ચા થઈ હતી. કેપ્ટન અમરિન્દરે બેઠક બાદ કહ્યું કે, સરકાર અને ખેડૂતો વચ્ચે ટૂંક સમયમાં કોઈ સમાધાન શોધી કાઢવું જોઈએ. આની અસર રાષ્ટ્રની સુરક્ષાને પણ થઈ રહી છે.
અમિત શાહને મળ્યા બાદ કેપ્ટન અમરિન્દરે કહ્યું હતું કે,”ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે, મારી પાસે કોઈ સમાધાન શોધવા માટે કંઈ નથી. મેં ગૃહમંત્રી સાથેની મારી બેઠકમાં મારા વિરોધનો પુનરોચ્ચાર કર્યો અને તેમને આ મુદ્દો હલ કરવા વિનંતી કરી કારણ કે તેનાથી મારા રાજ્યના અર્થતંત્ર અને રાષ્ટ્રની સુરક્ષાને અસર થાય છે.”
જણાવી દઈએ કે ખેડૂત કેન્દ્ર સરકારના 3 કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. કાયદાના વિરોધમાં ખેડૂતોએ 26-27 નવેમ્બરના રોજ દિલ્હી ચલો આંદોલનની જાહેરાત કરી હતી. પરંતુ દિલ્હી આવતા પહેલા તેમને દિલ્હી-હરિયાણા બોર્ડર પર રોકી દેવામાં આવ્યા હતા. જે બાદ છેલ્લા સાત દિવસથી દિલ્હી આવી રહેલી વિવિધ સરહદો પર ખેડૂતો દેખાવો કરી રહ્યા છે. તેઓ કૃષિ કાયદા પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે. જોકે પછીથી સરકારે કેટલીક શરતો સાથે ખેડૂતોને દિલ્હી આવવાની મંજૂરી આપી હતી, પરંતુ ખેડૂતોએ તેને નકારી કાઢી હતી.
સાથે મંગળવારે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત થઈ હતી. જોકે, આ વાતચીત નિરર્થક હતી અને આજે ફરી એકવાર કૃષિમંત્રી અને ખેડૂતો મુલાકત છે.
5 ડિસેમ્બરે ખેડૂતો દ્વારા મોટો વિરોધ પ્રદર્શન
અગાઉ, ક્રાંતિકારી ખેડૂત યૂનિયનના અધ્યક્ષ દર્શન પાલે સિંઘુ બોર્ડર પર એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમે ત્રણ ડિસેમ્બરે ઉત્સવ મનાવી છું, જ્યારે ઘણા દશકો પહેલા ભોપાલ ગેસ દુર્ઘટને કોર્પોરેટ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. અમે મોદી સરકાર અને કોર્પોરેટ ગૃહોનો વિરોધ કરીશું અને તેમના પુતળા સળગાવીશું,”
પંજાબ સરકાર ખેડૂત આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારને 5 લાખ રૂપિયા આપશે
ઉપરાંત સીએમ અમરિંદર સિંહે કૃષિ કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન માનસા અને મોગાના બે ખેડૂતોનાં મોત પર પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે બંને ખેડૂતોના પરિવારોને પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી.
