અમદાવાદ: કોરોના કાળ વચ્ચે રાજ્યના તમામ ઈન્ટર્ન ડોક્ટરો દ્વારા પોતાની માંગને લઈને હડતાળ પર ઉતર્યા આવ્યા છે. ઈન્ટર્ન ડોક્ટરની એવી માંગ છે કે, ગુજરાત સરકાર દેશના અન્ય રાજ્યો કરતા ઓછું વેતન આપતું હોવોનો આક્ષેપ કરી રહ્યા છે.
અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કોરોના કાળમાં અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને આપી રહી છે તેવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે. દિલ્હી સરકાર મેડિકલ, ડેન્ટલ પાસ અને ઈન્ટર્ન ડૉકટરોને 8 કલાકના 1000 અને 12 કલાકના 2000 રૂપિયાનું માનદ વેતન આપે છે.
ઈન્ટર્ન ડૉક્ટરોએ એવી માંગ કરી છે કે, 12800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું 20 હજાર કરી દેવામાં આવે અને તે એપ્રિલ માસથી ગણી અને તેનું એરિયર્સ પણ ચુકવવામાં આવે.
