ઉત્તરપ્રદેશના અલીગઢથી એક હાર્ટબ્રેકિંગ કેસ સામે આવ્યો છે. જિલ્લાના પાલિમુકિમપુર વિસ્તારમાં લગ્નના કેટલાક કલાકો પછી, વરરાજાના મિત્રોએ તેની હત્યા ફક્ત એટલા માટે કરી હતી કે કારણ જાણીને દંગ રહી જશો..
પોલીસે જણાવ્યું હતું કે રાત્રે ગામના પાલિમુકીમપુરમાં વરરાજા બબલુના લગ્નમાં દારૂ ન હોવા અંગે મિત્રો સાથે દલીલ થઈ હતી. જેના કારણે મિત્રોએ મળીને તેની હત્યા કરી નાખી.

વરરાજનો દારૂની વ્યવસ્થા કરી શકતો ન હોવાને કારણે મામલો વધારે ગરમાયો હતો અને પછી તમામ મિત્રો તેને માર મારવા લગ્યા હતા, બાદમાં તે ગંભીર રીતે ઘાયલ થયો. ત્યાર બાદ તેને નાજુક હાલતમાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં થોડા કલાકો પછી તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ અધિકારી નરેશસિંહે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી નરેશસિંહની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પાંચ અન્ય લોકો ફરાર છે.
તેમણે જણાવ્યું હતું કે આ કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. બાકીના આરોપીઓને પકડવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
