ચીને પોતાના જ જાણીતા સૌથી ધનિક વ્યક્તિને કરી દીધા ગુમ? બે મહિનાથી છે ગાયબ, જાણો કેમ

ચીની બિઝનેસ ટાયકૂન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, અલીબાબાના ફાઉન્ડર , જેક મા છેલ્લા બે મહિનાથી કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. જેક માએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ચીની સરકારની આલોચના કરી હતી. રિપોર્ટ અનુસાર, ત્યારબાદથી જેક મા કોઇપણ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યો નથી. સાથે જેક માતેના ટેલેન્ટ શોના ફાઈનલ એપિસોડમાં દેખાયા નહતા.

ચીની સરકારની આલોચના

ચીનના સૌથી સફળ ટાયકૂનમાં એક જેક માએ ઓક્ટોબરમાં શાંઘાઈમાં એક ભાષણમાં દેશની નાણાકીય નિયમનકારો અને રાજ્યની માલિકીની બેંકોની આલોચના કરી હતી. માએ સિસ્ટમમાં સુધારા માટે હાકલ કરી હતી અને ગ્લોબલ બેંકિંગ રેગ્યુલેશનને ‘વૃદ્ધ લોકોની ક્લબ’ ગણાવી હતી.

જેક માની આ આલોચના ચીની સરકાર માટે નાગવાર હતી. નવેમ્બરમાં, મા એન્ટ એન્ટ ગ્રુપના 37 બિલિયન ડોલરના આઈપીઓને સસ્પેન્ડ કરાયો હતા.રિપોર્ટ અનુસાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિર્દેશન પર આ કરવામાં આવ્યું હતું.

બીજિંગે જેક માની ફાઇનાન્શિયલ ટેક કંપની એન્ટ એન્ટ ગ્રુપને પણ પોતાના પરિચાલનને પરત લાવવા આદેશ આપ્યો. જેક માને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચીનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. નાતાલના આગલા દિવસે, બીજિંગે અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ પર એન્ટી-મોનોપોલી તપાસ શરૂ કરી હતી.

ત્યાર બાદ અલીબાબાના શેરમાં ઘટાડો થયો. આનાથી ચાઇનાના સૌથી ધનિક લોકોની યાદીમાં મા ત્રીજા સ્થાને છે. તેમની બાજુમાં Pinduoduoના ચીફ એક્ઝિક્યુટિવ કોલિન હુઆંગ અને ટેન્સન્ટ હોલ્ડિંગ્સના પોની મા હ્યુટેંગ છે.

જેક મા ટેલેન્ટ શો ‘આફ્રિકા બિઝનેસ હીરો’ના ફાઈનલ એપિસોડમાં જજ તરીકે હાજર થવાના હતા, પરંતુ તે તેમાં ભાગ લીધો ન હતો. તેનો ફોટો પણ તેની વેબસાઇટ પરથી દૂર કરવામાં આવ્યો હતો. જેક માએ આ શો આફ્રિકાના ઉભરતા ઉદ્યોગપતિ માટે બનાવ્યો છે.

જેક મા માત્ર જાહેર કાર્યક્રમોથી ગાયબ નથી રહ્યા, પરંતુ તે ટ્વિટર ઉપર પણ નથી. જેક માનું છેલ્લું ટ્વિટ 10 ઓક્ટોબરનું છે, જેમાં તેમણે ‘અર્થશોટ પ્રાઇઝ’ પ્રાઇઝ કાઉન્સિલનો ભાગ હોવા પર ખુશી વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap