દારુ સાથે એટલી દુશ્મની કે મહિલાએ સુપરમાર્કેટમાં ઘૂસીને તોડી નાખી 500 બોટલ, જુઓ નજારો

મહિલાના ગુસ્સાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા સુપરમાર્કેટમાં રાખવામાં આવેલી દારૂની બોટલો તોડતી જોવા મળી શકે છે. તે દરમિયાન સુપરમાર્કેટના અન્ય કર્મચારીઓ ફક્ત દૂર ઉભા રહીને મહિલાને જુએ છે, પરંતુ કોઈને પણ તેને રોકવાની મંજૂરી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, મહિલાએ દારૂની લગભગ 500 જેટલી મોંઘી બોટલો તોડી હતી, મહિલાના ક્રોધને કારણે 95 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ વાયરલ વીડિયો બ્રિટનનો હોવાનું જણાવાયું છે.

વીડિયો સોશિલ મીડિયા પર વાયરલ થયો છે, વાયરલ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, યૂઝર્સ વીડિયો ઉપર પણ ઘણી ટિપ્પણી કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ઇંગ્લેન્ડના એલ્ડી સુપરમાર્કેટ, સ્ટીવેન્સની છે. અહીં એક મહિલા સુપરમાર્કેટમાં ખરીદી માટે પહોંચી હતી પરંતુ તેને જોતા તેણે દારૂની બોટલો ફેંકવાની શરૂઆત કરી હતી. સુપરમાર્કેટના અન્ય લોકો પણ આ મહિલાના કૃત્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મહિલાએ જમીન પર લગભગ 500 જેટલી દારૂની બોટલ તોડી નાખી હતી.

મહિલાના કૃત્ય અંગે પોલીસે ધરપકડ કરેલા અહેવાલ મુજબ, મહિલાએ સુપરમાર્કેટને લગભગ , 130,000 ડલર એટલે કે (95 લાખ) રૂપિયાનું નુકસાન પહોંચાડ્યુ હતું. વીડિયોમાં દારૂની તૂટેલી બોટલો જમીન પર વેરવિખેર જોઇ શકાય છે. આ દરમિયાન બોટલ ફેંકી રહેલી મહિલાનો હાથ પણ ઇજાગ્રસ્ત થયો હતો પરંતુ તે બોટલ તોડતી જ રહી સુપરમાર્કેટમાં હાજર એક વ્યક્તિએ કહ્યું કે આજદિન સુધી તેણે આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. જોકે બાદમાં પોલીસ ફરિયાદ કરવા પર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે તપાસ ચાલી રહી છે.

વીડિયો શૂટીંગ કરનારી અન્ય વ્યક્તિએ કહ્યુ કે મને વિશ્વાસ નથી આવતો કે સુપરમાર્કેટમાં કર્મચારી મહિલા તેને આવું કરવાથી રોકી રહી ન હતી.તે મહિલાથી ડરી ગઇ હશે.

ઘણા લોકોએ કમેન્ટમેન્ટ બોક્સમાં પણ પોતાનો જવાબ આપ્યો છે. એક યૂઝરે લખ્યું, ‘કેટલાક લોકો સામાન ખરીદવા માટે દુકાન પર જાય છે અને કેટલાક લોકો તેનો ગુસ્સો ઠાલવે છે. સ્ત્રીને દારુને કારણે ઇજા પહોંચી છે. જ્યારે તમારો શ્રેષ્ઠ મિત્ર અથવા કુટુંબ દારૂને લીધે બરબાદ થઈ જાય છે, ત્યારે તમે આ સ્ત્રીની પીડા સમજી શકશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap