અક્ષય કુમાર બન્યો સૌથી વધુ કમાણી કરનાર ભારતીય અભિનેતા, જાણો કેટલુ કમાય છે એક વર્ષમાં

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને ફોર્બ્સ મેગેઝિને 2020 બાહર પાડવામાં આવેલીના સૌથી વધુ કમાણી કરનાર ટોપ 100 સેલેબ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ફોર્બ્સ મેગેઝિન દર વર્ષે આ લિસ્ટ બહાર પાડે છે. અક્ષય કુમાર 52માં નંબર પર છે. અક્ષય કુમારે આ વર્ષે લગભગ 48.5 મિલિયન ડોલર એટલે કે, 356 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ લીસ્ટમાં પ્રથમ સ્થાને અમેરિકાની સ્ટાર કાઇલી જેનર છે.

અમેરિકન રેપર કાન્યે વેસ્ટ 170 મિલિયન ડોલરની સાથે બીજા નંબરે છે. અમેરિકન અભિનેતા ટાઈલર પેરી 97 મિલિયન ડોલર સાથે છઠ્ઠા અને ડ્વેન જૉનસન 87.5 મિલિયન ડોલર સાથે 10મા સ્થાને છે.

અક્ષય સિવાય આ વર્ષે ફોર્બ્સની યાદીમાં કોઈ બોલિવૂડ સ્ટારનું નામ નથી. જોકે, આ વર્ષ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સારું રહ્યું નહોતું. કોરોનાને કારણે, ફિલ્મોનું રિઝીજ અને ફિલ્મોનું શૂટિંગ બધુ બંધ થઈ ગયું, જેના કારણે ઈન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ખૂબ મોટું નુકશાન થયું છે.

અક્ષય કુમારની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાં ‘બેલ બોટમ’, ‘અતરંગી રે’, ‘બચ્ચન પાંડે’, ‘રક્ષાબંધન’, ‘પૃથ્વીરાજ’ અને ‘હાઉસફુલ 5’ શામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap