ખેડૂત આંદોલનના સમર્થનમાં વિશ્વભરની હસ્તીઓ પોતાનો અવાજ ઉઠાવી રહી છે, ત્યારે પહેલીવાર બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે આ મામલે પોતાની વાત સામે રાખી છે. અક્ષય કુમારે ભારત સરકારની તરફેણમાં નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવના ટ્વીટને રીટ્વીટ કરતા અક્ષયે લખ્યું,”ખેડૂત આપણા દેશનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તેમની સમસ્યાઓ હલ કરવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેથી, બધા મળીને કોઈ સમાધાનને સમર્થન આપે છે. જે લોકો કોઈપણ પ્રકારનું વિભાજન ઉભુ કરે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે સમાધાન પર ધ્યાન કેન્દ્રિત કરો.”
અક્ષય સિવાય સુનીલ શેટ્ટી અને અજય દેવગને પણ આ મામલે ટ્વીટ કર્યું છે. અજય દેવગને લખ્યું કે, “ભારત અથવા ભારતીય નીતિઓ વિરુદ્ધ કોઈપણ ખોટા પ્રચારમાં ન ફસાઇ જાઓ. આ સમયે એક થવું મહત્વપૂર્ણ છે.”
બીજી તરફ બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ વિદેશ મંત્રાલયના ટ્વિટને રીટ્વીટ કરીને કહ્યું કે, આપણે હંમેશાં એક વ્યાપક દૃષ્ટિકોણ રાખવું જોઈએ, કારણ કે અધુરા સત્યથી વધુ જોખમી કંઈ નથી.
કરણ જોહર અને એકતા કપૂરે પણ એક ટ્વીટ કર્યું છે
પોપ સિંગર રિહાનાથી લઈને ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ પણ ખેડૂતોના સમર્થનમાં
જણાવી દઈએ કે મંગળવારે પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત પ્રદર્શનના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. તેમણે સીએનએનનો લેખ #FarmersProtest હેશટેગ સાથે શેર કર્યો, જેમાં લખ્યું, ‘આપણે તેના વિશે કેમ વાત નથી કરી રહ્યા.’ સાથે ગ્રેટા થનબર્ગે ટ્વિટર પર લખ્યું,”અમે ભારતમાં ખેડૂત આંદોલન સાથે એકતામાં ઉભા છીએ.”
