ઓવર ધ ઈયર હેડફોન AirPods Max થયું લોન્ચ, જાણો કિંમત અને આ હેડફોન ક્યારે મળશે ?

સોની, બોસ અને સેન્હાઇઝર હેડફોનને માર્કેટમાં કોમ્પટીશન મળશે, કારણ કે, એપલે ઓવર ધ ઈયર હેડફોન AirPods Max લોન્ચ કર્યું છે. એપલના આ નવા વાયરલેસ હેડફોનમાં એક્ટિવ નોઈયઝ કેન્સિલેશન ફીચર આપવામાં આવ્યું છે. તેની શરૂઆત બાદ તેની કિંમત અને ડિઝાઇનની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે તે અત્યાર સુધીનો સૌથી મોંઘો હેડફોન છે. ચાલો અમે તમને તેની કિંમત, સુવિધાઓ અને તમને તે ક્યારે ભારતમાં મળશે તે વિશે માહિતી આપીશું…

સ્પેસિફિકેશન અને ફીચર

એપલના ઓવર ધ ઈયર હેડફોન AirPods Maxના નવા ફીચર બાકીના હેડફોનથી અલગ છે. એપલ અનુસાર, તેમાં એડેપ્ટિવ EQની સાથે એક્ટિવ નોઈયઝ કેન્સિલેશન ફીચર છે. સાથે પ્રીમિયમ વાયરલેસ બ્લૂટૂથ 5.0 ઓડિયો અનુભવ માટે Appleના પોતાના H1 ચિપનો સપોર્ટ મળી છે. એપવ અનુસાર તેમાં સ્પેટિયલ ઓડિયો, ટ્રાન્સપેરેન્સી મોડ જેવા એડવાન્સ્ડ ફીચર આપવામાં આવ્યાં છે.

આ હેડફોનની બેટરી પાવરની વાત કરીએ તો ‘AirPods Max’ 20 કલાકનું બેકઅપ આવે છે,એટલે કે એક વખથ ચાર્જ કર્યા બાદ તમે 20 કલાક સુધી કોલિંગથી લઈને મ્યૂઝિક સાંભળી શકો છો.

કલર અને ડિઝાઈન

AirPods Maxની બોડી વિશે વાત કરીએ તો Appleના ફિજિકલ કન્ટ્રોલ અને એન્ડવાન્સ્ડ સેન્સર ખૂબ સારું મિશ્રણ કર્યું છે. તેમાં ડિજિટલ ક્રાઉડ આપવામા આવ્યું છે, જે એપલ વોચ ડિઝાઇનથી પ્રેરિત છે, ચોક્કસ વોલ્યુમ કંટ્રોલ તેમજ ઓડિઓ પ્લે અથવા થોભો, ટ્રેક, આન્સર ક કોલ અથવા સ્ટોપ સાથે. મતલબ કે વપરાશકર્તા કોલિંગને નિયંત્રિત કરવામાં સક્ષમ હશે.

તેમાં સ્ટેનલેસ સ્ટીલ હેડબેન્ડ છે. મતલબ કે તેમાં આપવામાં આવેલા સ્ટીલ હેડબેન્ડને વિવિધ માથાના કદ અને આકાર અનુસાર ગોઠવી શકાય છે. હાલમાં, તે પાંચ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. યુઝર્સ સ્પેસ ગ્રે, સિલ્વર, સ્કાય બ્લુ, ગ્રીન અને પિંક કલરમાં આ મેળવી શકશે.

કિંમત અને આ હેડફોન ક્યારે મળશે ?

અમેરિકામાં આ માટે ડિસેમ્બરથી પ્રી-ઓર્ડર શરૂ થઈ ગઈ છે, પરંતુ ભારતમાં તે ઓનલાઇન અને એપલ સ્ટોરથી 15 ડિસેમ્બરથી ખરીદી શકાય છે. સાથે ‘AirPods Max’ની કિંમત 59,900 રૂપિયા છે. તેની કિંમત જાણ્યા બાદ, સોશિયલ મીડિયા પર લોકો તેને આઇફોન એક્સ કરતા વધુ ખર્ચાળ ગણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap