એરફોર્સને મળશે 83 તેજસ વિમાન, 48 હજાર કરોડની ડીલને મળી મંજૂરી

ચીન અને પાકિસ્તાનના ડબલ ખતરાને ધ્યાનમાં રાખીને હવે સેનાની તાકાતમાં વધારો કરવાનું કામ ચાલી રહ્યું છે. સુરક્ષા પર કેબીનેટ સમિતિ (CCS)એ હવે 73 તેજસ લડાકુ વિમાનો અને 10 ટ્રેનર વિમાન ખરીદવાની મંજૂરી આપી છે. પીએમ મોદીની અધ્યક્ષતાવાળી આ સમિતિએ કુલ 48 હજાર કરોડ રૂપિયાના આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેજસ એત લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, જે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં ખૂબ કારગર સાબિત થઈ શકે છે.

તેજસ Mk-1A LCAએ ચોથી જનરેશનનું સ્વદેશી વિમાન છે. આ જનરેશનના વિમાનોમાં તે સૌથી હળવા અને સૌથી નાનો છે. પરંતુ યુદ્ધની સ્થિતિમાં, તેજસ હવામાં ઉડતા અન્ય વિમાનને પણ ટક્કર આપી શકે છે. ઉપરાંત તે હવાથી જમીન પર પણ વાર કરી શકે છે.

રક્ષા મંત્રી જણાવ્યું ગેમ ચેન્જર

આ પ્રસ્તાવ પર કેબિનેટની મંજૂરી બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે અનેક ટ્વીટ્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ આખો કાફલો ભારતીય વાયુ સેનાનો આધાર બનશે. તેમણે કહ્યું કે આ ડીલ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

સાથે રક્ષા મંત્રીને કહ્યું કે, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ તેના નાસિક અને બેંગલુરૂ ડિવીજનમાં વિનિર્માણ સુવિધાઓ ઉભી કરી છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ભારતીય વાયુસેનાને Mk-1A LCA બનાવીને આપશે. રાજનાથસિંહે કહ્યું કે આનાથી રોજગાર માટેની નવી તકો ઉભી કરવામાં પણ મદદ મળશે.

જણાવી દઈએ કે, ચીન તરફથી સતત ગતિવિધિને કારણે ભારત તેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં વ્યસ્ત છે. ચીન ઉપરાંત પાકિસ્તાન ભારત માટે પણ ખતરો છે, જે ગમે ત્યારે અટેક કરવામાં નિષ્ણાત છે. આવી સ્થિતિમાં ત્રણેય સૈન્યની તાકાતમાં વધારો કરવાનું કામ સતત ચાલુ છે. તાજેતરમાં, એક સૌથી ખતરનાક લડાકુ વિમાન રફાલે ભારતને મળ્યું છે. જેનાથી એરફોર્સને નવી તાકત આપવામાં આવ્યું. આ સાથે અમેરિકાથી કેલિબર ગન અને અન્ય હથિયારોની ખરીદી અંગે પણ સોદા ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap