ગોધરામાં AIMIM અધ્યક્ષ અસૂદ્દુદીન ઔવેશીની પ્રચારસભા,જાણો શુ કહ્યુ ભાષણમાં

પંચમહાલ : AIMIM ના અધ્યક્ષ તેમજ હૈદરાબાદના સાંસદ અસુદુદ્દીન ઔવેશી ગોધરા ખાતેના અમીનપાર્કમાં નગરપાલિકાની ચુટણીના ઉમેદવારોના સર્મથનમાં જંગી સભા કરી હતી.ભાજપા- કોંગ્રેસ સામે ચાબખા કરીને પાર્ટીના ઉમેદવારોને જીતાડવા હાકલ કરી હતી. પાલિકાની ચુટણીમા તેમની પાર્ટીના આઠ ઉમેદવારો મેદાનમાં છે.ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુટણીમાં મુસ્લિમ નેતા અસુદુદ્દીન ઔવેશીની પાર્ટી AIMIM એ ઝંપલાવતા રાજકીય માહોલ ગરમાયો છે.

અમદાવાદ મહાનગર પાલિકાની કેટલીક સીટોને જીતવામા સફળતા પણ મળી છે.

આગામી ૨૮ તારીખે નગરપાલિકા અને પંચાયતોની ચુટણી યોજાવાની છે. પંચમહાલમાં ગોધરા નગરપાલિકાની યોજાનારી ૪૪ સભ્યોમાટેની ચુટણીમાં આ
AIMIM પાર્ટીના આઠ ઉમેદવારો ઉભા રાખવામા આવ્યા છે.જેના પ્રચારમાં અધ્યક્ષ અસુદુદ્દીન ઔવેશી ગોધરામા આવેલા અમીન પાર્ક ખાતે પ્રચારસભાને સંબોધી હતી.તેમને પ્રથમ સભાના સ્ટેજ પર પહોચતા ઉપસ્થિત જનમેદનીએ આવકાર આપ્યો હતો.તેમને પોતાનુ ભાષણ શરુ કરતા પહેલા તમામ ઉમેદવારોએ સ્ટેજ પર ઉભા કરાવ્યા હતા.તેમને મત આપવા વિનંતી કરી હતી.તેમને પોતાના ભાષણની શરૂઆત અમદાવાદ મહાનગર પાલિકામાં પાર્ટીના ઉમેદાવારોને મળેલીજ જીતથી કરી હતી. તેમના અમદાવાદના મતદારોનો આભાર માન્યોહતો.ગોધરા પાલિકામાં પાર્ટીના આઠ ઉમેદવારો ઉભા રાખવા મામલે તેઓએ જણાવ્યુ કે ૪૪ સભ્યોની બોડી છે. ૮ થી શુ થઈ જશે ? પણ નંબર ગમે તેટલો હોય જંગલનો શેર એક જ હોય છે.અમે નંબર પર ભરોસા નથી કરતા અલ્લા ઉપર ભરોસો કરીએ છે. આઠેઆઠ ઉમેદવારો જીતશે તેમ મત વ્યક્ત કરતા વધુમા જણાવ્યુ કે ગોધરા શહેરમા મુસ્લિમ વિસ્તારમા કામો નથી થતા તેવા આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે ગોધરામા પસાર થકી રેલ્વેલાઈનની પેલી પાર સબકા સાથ સબકા વિકાસ છે. જ્યારે જ્યારે પાટાની આ બાજુ વિકાસ નથી. ગોધરા રેલ્વેસ્ટેશન પર ગરીબરથ તેમજ ઓગસ્ટક્રાન્તિ ટ્રેનને સ્ટોપેજ કેમ નથી ?દાહોદને સ્ટોપેજ આપવામાં આવ્યુછે ?આ કયો ઈન્સાફ છે? કબ્રસ્તાન તરફ જતા રોડ પણ ખરાબ છે. આ વિસ્તારોમા રસ્તાની લાઈટો નથી. સાતપુલ વિસ્તારમાં પાણીની સમસ્યા છે. તેમને વડાપ્રધાન મોદી સાશનને લઈને આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે મોદીની ખીલાફ જે બોલે તે આંદોલનજીવી છે,જે વિરોધ કરે તે આંદોલન જીવીછે હુ જીવીત છુ ત્યાં સુધી આંદોલનજીવી રહીશ. તેમને જણાવ્યુ કે દેશને આઝાદી થાળી વગાડવાથી મળી નથી. સત્યાગ્રહોથી આઝાદી મળી છે.તેમના તેજતર્રાર ભાષણથી ઉપસ્થિત જનતામાં ઉત્સાહ જોવા મળતો હતો.છેલ્લે AIMIMના આઠે ઉમેદવારોને જીતાડી લાવાની હાકલ કરી હતી.ઔવેશીને સાભળવા માટે મોટીસંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap