અમદાવાદ: નવા વર્ષની શરૂઆતમાં જ અમદાવાદ R.R સેલનો કોન્સ્ટેબલ ACBના સકંજામાં આવ્યા હતો. કોન્સ્ટેબલે 60 લાખ રૂપિયાની લાંચ માંગી હતી,પરંતુ ACB ટીમે તેને 50 લાખ રૂપિયા લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
માહિતી અનુસાર, આ કામના ફરીયાદીના કાકાનું ખંભાત જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાં આર આર.આર. સેલની રેડ પાડી હતી. ફરિયાદીના કાકાનું નામ નહીં નાખવા બાબતે આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ 60 લાખ રૂપિયાની લાચની માંગણી કરી હતી અને રકઝકના અંતે ૫૦ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જે રકમ ગત 31 ડિસેમ્બરના દિવસે બપોરે 14/00 વાગ્યે આપવાનો વાયદો કરવામાં આવ્યા હતો.
ફરિયાદી આ નાણા આપવા માંગતા ન હોય અત્રે એસીબીનીની વડી કચેરીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાના આયોજન દરમિયાન આ કામના આરોપી ઉપર બતાવેલ સ્થળે ફરીયાદી પાસે 50 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી નાણા રૂપિયા 50 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો.
ઉલ્લેખનિય છે કે, આ ઘટનાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ત્રણ જિલ્લાની ACB કચેરીની કામગીરીથી આટલા મોટા લાંચકેસમાં માત્ર કોન્સ્ટેબલની સંડોવણી ?,ઉચ્ચઅધિકારીઓ પર આવશે સકંજો?, આટલી મોટી લાંચ એક કોન્સ્ટેબલ માંગી શકે?, કેસ કર્યો R.R.સેલે અને ઝડપાયો કોન્સ્ટેબલ?, મોટા માછલા ઝડપાશે કે છટકી જશે?, શું અન્ય અધિકારીઓને ઉડશે છાંટા?, સિનિયર અધિકારીઓની પણ સંડોવણી હશે? આ કેસને લઈને પોલીસબેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ મામલે ACB દ્વારા ઉંડી તપાસ કરવામાં આવશે.
