કૃષિ મંત્રીએ ખેડૂતો માટે લખ્યો 8 પાનાનો પત્ર, જાણો સરકારે ખેડૂતોને શું આશ્વાસન આપ્યું

નવી દિલ્હી: કડકડતી ઠંડીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હી હરિયાણા બોર્ડર પર અડગ છે. આ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ખેડૂતોને એક પત્ર લખ્યો છે. 8 પાનાના પત્રમાં તેમણે ખેડૂતોને ખાતરી આપી છે કે,સરકાર એમએસપી યથાવત રહેશે. સરકાર તેના પર લેખિતમાં ખાતરી આપવા તૈયાર છે. તોમારે પ્રેસ કોન્ફરન્સમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો, જોકે ખેડૂતોએ તેને સરકરાની કોઈ ચાલ ગણાવી હતી.

કૃષિમંત્રીએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું કે MSP ચાલુ છે અને યથાવત છે. કૃષિ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, કેટલાક લોકો રાજકારણ માટે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે તમે વિશ્વાસ રાખો, ખેડૂતોના હિતમાં કરવામાં આવેલા આ સુધારાઓ ભારતીય કૃષિ ક્ષેત્રમાં નવા અધ્યાયનો પાયો બનાવશે. દેશના ખેડૂતોને વધુ સ્વતંત્ર બનાવશે, સશક્ત કરશે. તેમણે કહ્યું કે કેટલાક ખેડૂત સમુહએ અફવાઓ અને ખોટી માહિતી ફેલાવી છે. તેને દૂર કરવાનું મારું કામ છે.

સરકારે ખેડૂતોમાં સુધારાના પ્રસ્તાવ આપ્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્યો છે. કૃષિ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, સરકાર ખુલ્લા મનથી ફરી ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચ તબક્કાની વાટાઘાટો થઈ છે.

કૃષિ મંત્રીએ આપ્યું આ આશ્વાસન

•એમએસપી અંગે સરકાર લેખિત ખાતરી આપવા તૈયાર છે
•રાજ્યોને APMCની બહાર ખાનગી બજારોમાં ટેક્સ લેવાની મંજૂરી આપવામાં આવી શકે છે.
•કોઈ પણ વિવાદની સ્થિતિમાં ખેડૂતો પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ હશે.
•રાજ્યોને કૃષિ કરારો રજીસ્ટર કરવાનો અધિકાર હશે.
•કોઈ પણ ખેડૂતોની જમીન પર કબ્જો કરી શકશે નહીં, કારણ કે આ કાયદો ખેડૂતોની જમીનના કોઈપણ સ્થાનાંતરણ, વેચાણ, લીઝ અને ગીરોને મંજૂરી આપતું નથી.
•કોન્ટ્રાકટરો ખેડૂતોની જમીન પર કોઈ ફેરફાર કરી શકશે નહીં.
•આ કાયદો ખેડૂતોની જમીન જપ્ત કરવાની પ્રક્રિયાને મંજૂરી આપતો નથી.

આ સાથે સરકારનું કહેવું છે કે, ખેડૂતોની જમીનને કોઈ ખતરો નથી, તેઓ તેની માલિકી લેશે. ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં આવશે. સમયસર ચુકવણી ન કરવાથી દંડ થશે. ખુલ્લા બજારમાં પાકને સારા ભાવે વેચવાનો વિકલ્પ હશે. મંડીઓ ચાલુ છે. કરાર પાક માટે હશે, જમીન માટે નહીં, ખેડૂતો જ્યારે ઇચ્છે ત્યારે કરાર સમાપ્ત કરી શકે છે.

‘કૃષિ કાયદાને લઈને ભ્રમ ફેલાઈ રહ્યો છે’

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમારે પત્રમાં લખ્યું છે કે, રેલવે પાટા પર બેઠેલા લોકો, જેના કારણે દેશની સરહદો પર રક્ષા કરતા આપણા સૈનિકોએ રેશન પહોંચવાનું બંધ કરી દીધું છે, તેઓ ખેડૂત હોઈ શકતા નથી.

કૃષિ મંત્રીએ પત્રમાં લખ્યું છે કે ઐતિહાસિક કૃષિ સુધારણાને લઈને હું છેલ્લા કેટલાક દિવસોથી તમારા (ખેડૂતો) સંપર્કમાં છું. તાજેતરમાં જ મેં ઘણા રાજ્યોના ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરી હતી. ઘણા ખેડૂત સંગઠનોએ આ કૃષિ સુધારણાઓને આવકાર્યા છે, તેઓ તેનાથી ખૂબ ખુશ છે, ખેડૂતોમાં એક નવી આશા ઉભી થઈ છે.

નરેન્દ્રસિંહ તોમારે વધુમાં લખ્યું છે કે, નવા કૃષિ કાયદાઓનો લાભ લેનારા ખેડૂતોના ઉદાહરણો પણ દેશના વિવિધ પ્રદેશોમાંથી મળી રહ્યા છે. હું ખેડૂતોના પરિવારમાંથી આવ્યો છું. ખેતીની વિશિષ્ટતાઓ અને ખેતીનાં પડકારો બંનેને ધ્યાનમાં લેતાં, હું મોટો થયો છું.

નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે.કૃષિમંત્રી તરીકેના મારા માટે ખૂબ જ સંતોષની વાત છે કે, નવો કાયદો અમલમાં આવ્યા બાદ આ વખતે એમએસપી પર સરકારી ખરીદીના અગાઉના તમામ રેકોર્ડ પણ તૂટી ગયા છે. એવા સમયે જ્યારે અમારી સરકાર એમએસપી પર ખરીદી માટે નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap