કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે COVID-19 મહામારી અને શિયાળાને ટાંકીને 3 ડિસેમ્બરને બદલે મંગળવારે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓને આમંત્રણ આપ્યું છે.
જણાવી દઈએ કે હજારો ખેડૂતો ઘણા દિવસોથી દિલ્હીની સરહદ પર વિરોધ કરી રહ્યા છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ તેમના પ્રદર્શન સોમવારે પાંચમો દિવસ છે.
કૃષિમંત્રીએ કહ્યું, “કોરોના મહામારી અને ઠંડીને ધ્યાનમાં રાખીને, અમે 3 ડિસેમ્બરની બેઠક પહેલા ખેડૂત યૂનિયન નેતાઓને ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું છે.” તેમણે કહ્યું કે હવે આ બેઠક 1 ડિસેમ્બરે યોજાશે. બપોરે ત્રણ વાગ્યે રાજધાનીના વિજ્ઞાન ભવન ખાતે આહવાન કરાયું છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કૃષિ કાયદામાં ખેડૂત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળીકરણ) અધિનિયમ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કૃષિ સેવાઓ અધિનિયમ 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) અધિનિયમ 2020નો ભાવ ખાતરી અને કરાર શામેલ છે. વિરોધ કરી રહેલા ખેડૂતો આ ત્રણ કાયદાને પરત લેવાની સાથે લઘુતમ ટેકાના ભાવે તમામ પાકની ખરીદીની બાંયધરી માંગ કરી રહ્યા છે. આ સિવાય તેની કેટલીક અન્ય માંગણીઓ પણ છે.
