રાજ્યસભામાં કૃષિ મંત્રીએ ત્રણ કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલન અંગે જાણો શું કહ્યું…

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા પર ખેડૂતોના આંદોલન પર કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગામ, ગરીબ અને ખેડૂત પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં પણ રહેશે. સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા તોમારે કહ્યું – ‘દુનિયા જાણે છે કે ખેતી પાણીથી થાય છે, લોહીથી ખેતી માત્ર કોંગ્રેસ જ કરી શકે છે, ભારતીય જનતા પાર્ટી લોહીથી ખેતી કરી શકતી નથી.

ઘણી વખત વિપક્ષ તરફથી એવું કહેવામાં આવે છે કે,તમે કહો છો કે,બધુ મોદીજીની સરકારે કર્યું છે, પાછલી સરકારોએ કંઇ કર્યું નથી, હું આ મામલે કહેવા માંગુ છું કે, આવા આક્ષેપો કરવો યોગ્ય નથી. મોદીજીએ સેન્ટ્રલ હોલમાં 15ઓગસ્ટના તેમના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે, મારી પહેલાની તમામ સરકારોએ તેમના સમયે દેશના વિકાસમાં ફાળો આપ્યો છે.

કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો મનરેગાને ખાડાની યોજના કહેતા હતા, ત્યાં સુધી તમારી સરકાર હતી તેમાં ખાડા ખોદવાનું જ કામ થતું હતું, પરંતુ મને ખુશી થાય છે કે તમે આ યોજના શરૂ કરી પણ અમે તેને સુધારી દીધી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારે ખેડૂતની આવક બમણી કરવા માટે પ્રધાનમંત્રી કિસાન યોજનાના માધ્યમથી 6,000 રૂપિયા યોગદાન આપ્યું, આજે આપણે કહી શકીએ કે દસ કરોડ 75 લાખ ખેડૂતોએ ડીબીટીમાંથી તેમના ખાતામાં 1,15,000 કરોડ રૂપિયા મોકલવાનું કામ કર્યું છે.

કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે, વિપક્ષ સરકારને આંદોલનના મુદ્દા પર ઘેરી રહ્યું છે અને ત્રણ નવા કાનૂનોને કાળા કાયદા ગણાવી રહી છે. પરંતુ આ કાનૂનોમાં કાળું શું છે, કોઈ તે પણ જણાવે. કૃષિ મંત્રી બોલ્યા નવા એક્ટ હેઠળ ખેડૂત પોતાના સામાનને ગમે ત્યાં વહેંચી શકે છે. જો APMC બહાર કોઈ ટ્રેડ થાય છે તો કઈપણ રીતનું ટેક્સ લાગશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap