ગૃહમંત્રી અમિત શાહ આ નિર્ણય પર હવે ખેડૂતો કરશે વિચાર

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોનો આંદોલન પગલે ગૃહમંત્રી અમિત શાહની સાથે મંગળવારે થયેલી ખેડૂત સંગઠનોની બેઠકમાં એવુ નક્કી થયુ કે નવા કૃષિ કાયદામાં સંશોધનને લઈને સરકાર હવે ખેડૂત સંગઠનને એક પ્રસ્તાવ મોકલ છે. આ પ્રસ્તાવ પર વિચાર કરીને ખેડૂત નેતા સરકારને પોતાનો નિર્ણય જણાવશે. આ માહિતી બેઠમાં શામેલ થયેલા ખેડૂત નેતાઓએ આપી હતી. ગૃહમંત્રીએ ખેડૂત સંગઠનોને સ્પષ્ટ કર્યું છે કે,નવા કૃષિ કાયદાને પાછો નહી લે,જોકે, તેમણે સંશોધન પર વિચાર કરવાની વાત કહી છે.

હરિયાણામાં ભારતીય ખેડૂત યૂનિયનના અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢાએ જણાવ્યું હતું કે, સરકારના નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગને નકારી કાઠી છે. આ બેઠકની માહિતી આપતા તેમણે કહ્યું કે, “બેઠકમાં એવુ નક્કી થયુ છે કે નવા કૃષિ કાયદામાં સંશોધનના મુદ્દાએને લઈને એક પ્રસ્તાવ સરકાર ખેડૂત સંગઠનોને મોકલશે જેના પર વિચાર કરીને ખેડૂત સંગઠનો પોતાનો નિર્ણય જણાવશે”

હવે આજે નહીં યોજાય બેઠક

તેઓએ કહ્યું કે, બુધવારે કેન્દ્ર સરકારની સાથે ખેડૂત સંગઠનોની હવે બેઠક નહીં યોજાય.પરંતુ સરકાર પોતાના પ્રસ્તાવ ખેડૂત સંગઠનોને મોકલ છે. ઓલ ઈન્ડિયા ખેડૂત સભાના હનન મુલ્લાએ જણાવ્યું હતું કે, બુધવારે સરકાર અને ખેડૂતો વચ્ચા વતચીત નહીં થાય,પરંતુ સરકાર ખેડૂત નેતાઓને પોતાનો પ્રસ્તાવ મોકલશે.જે બાદ ખેડૂત નેતા તેના વિચાર કરીને પોતાના નિર્ણય જણાવશે.

તેમને જણાવ્યું હતું કે, બેઠકમાં સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, નવા કૃષિ કાયદો પાછો ખેંચવાની સંભાવના નથી. સરકાર તરફથી જે પણ કહેવામાં આવી રહ્યું છે, તેના વીશે લેખિત પ્રસ્તાવ ખેડૂત નેતાઓને મોકલી આપવામાં આવશે. આ પ્રસ્તાવના આધારે બધા ખેડૂત નેતાઓ પોતાની કમિટીમાં ચર્ચા કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. મુલ્લાએ કહ્યું હતું કે, સરકાર જ્યા સુધી ખેલિતમાં કાયદો પરત લેવાનું પોતાનું આશ્વાસન નહી આપે ત્યા સુધી આવનારી બેઠકમાં નહીં યોજાય.

ગૃહમંત્રી અમિત શાહ સાથેની ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓની આ બેઠકમાં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુસામાં યોજાઈ હતી. બેઠકમાં કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલમંત્રી પીયૂષ ગોયલ પણ હજાર રહ્યાં હતા.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ હવે નવા કૃષિ કાયદાના વિરોધમાં 26 નવેમ્બરથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠન નેતાઓની 9 ડિસેમ્બરે નિર્ધારિત છઠ્ઠા રાઉન્ડની બેઠક નહી યોજાય.બેઠકમાં ખેડૂતોના 13 પ્રતિનિધીઓ પહોંચ્યા હતા. ખેડૂત સંગઠનોના આહ્વાન પર મંગળવારે ભારત બંધ શાંતિપૂર્ણ રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap