મોદી સરકારે બનાવેલા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતો દ્વારા જબરદસ્ત વિરોધનો પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.ખેડૂતોનો ગુસ્સો શાંત કરવા માટે સરકાર કરવા વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ નિરાકણ આવ્યું નથી. કૃષિ કાયદાના વિરોધ વચ્ચે વિપક્ષી પાર્ટીઓનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળશે. કોંગ્રેસના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપીના પ્રમુખ શરદ પવાર, સીપીઆઈ (એમ) ના મહાસચિવ સીતારામ યેચુરી સહિત પાંચ નેતાઓ બુધવારે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રપતિ કોવિંદને મળશે. કોવિડ-19 પ્રોટોકોલને કારણે, ફક્ત 5 નેતાઓને રાષ્ટ્રપતિને મળવાની મંજૂરી આપવામાં આવી છે.
સીતારામ યેચુરીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે વિપક્ષી નેતાઓની આ બેઠક વિશે માહિતી આપી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક કૃષિ કાયદાઓના મુદ્દા પર હોઈ શકે છે. જણાવી દઈએ કે, પાછલા 13 દિવસથી ખેડૂતો દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. તેઓ સરકારને કૃષિ કાયદાને પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. સાથે આવતીકાલે પણ સરકાર અને સરકાર વચ્ચે છઠ્ઠા તબક્કાની બેઠક છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે પાંચમાં તબક્કાની વાતચીત થઈ હતી, જેમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહતો.
કાલની વાતચીત પહેલા ખેડૂત નેતાઓ અને ગૃહમંત્રી અમિત શાહ પણ આજે મળે છે. અમિત શાહ અને ખેડૂત નેતાઓને મળશે. ભારતીય ખેડૂત સંઘના રાકેશ ટિકૈતે આ માહિતી આપી છે. રાકેશ ટીકૈતેના જણાવ્યા મુજબ આ બેઠકમાં 14-15 ખેડૂત આગેવાનો ભાગ લઈ શકશે. તેમણે કહ્યું કે, અમે હજી પણ અમારી માંગણીઓને વળગી રહ્યા છીએ અને આ જ મુદ્દાઓ પર ગૃહમંત્રી સાથે વાત કરીશું. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આશા વ્યક્ત કરી છે કે ગૃહમંત્રી સાથેની બેઠકથી કેટલાક સકારાત્મક નિષ્કર્ષ મળશે.
