મિત્ર ગ્રહો ગણાતા ગુરૂ-શનિની યુતીને કારણે આગામી સમય કેવો રહેશે ?

ગઈકાલે લખ્યા મુજબ આજે વાસી ઉતરાયણમાં ચર રાશિમાં વધુ ગ્રહો ના સંબંધ સાથે નશ્રત્ર નો શુભ સમન્વય હોવાથી ઘણા બધા પતંગ રસિકોએ વાસી ઉતરાયણ પર્વને ગુજરાતીઓ મન મૂકીને ધાબા પર પતંગ ચગાવીને બીજાનો પતંગ કાપીને આનંદ માણ્યો. રાજ્યભરમાં ધાબે ચઢીને ઘણા લોકો એ કાપ્યો છે…તેની બૂમો પાડીને તો કયાંક હાસ્યના ગપગોળા મારીને કે મનભાવતૂ નાસ્તો કે ભોજન કરેલ અને પ્રાપ્ય માહિતી પ્રમાણે શાંતિથી ઉજવણી કરી હતી.

હાલમાં ધણા સમયથી આપ બધા જાણો છે કે મકર રાશિમાં લાંબાગાળાનાં ગ્રહો ગુરુ,શનિની યુતિ નૈસર્ગિક કુંડળીથી દસમા ભાવે પરીભ્રમણ કરે છે. ગુરૂ-શનિ બંને ગ્રહો એકબીજા ના મિત્ર છે. ગુરૂ ગ્રહનું કારકત્વ અગમ્ય જ્ઞાન,ગુપ્ત વિદ્યા,અદભૂત વિચાર,ગૂઢમય બાબતો,ધન-સંપત્તિ, જશ કે સહજ માન-સન્માન માટે ગણાય છે જયારે શનિનું મુળભુત કારકત્વ ત્યાગ,બલિદાન,તલસ્પર્શી અભ્યાસ,ઉંડાણપૂર્વકનો અભ્યાસ કે ચિંતન-મનન વીગેરે માટે ગણાય છે.

માટે અગામી તા.૨૨ જાન્યુ. પછી સમાજ સેવા આપતા વિશિષ્ટ મહાનુભવો જેવાકે ડોક્ટર,વકીલ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા જાતકો પોતાનું શ્રેત્ર છોડી ને જયોતિષી વિદ્યા ભણીને અગામી સમય માં માન-સન્માન સાથે સરળતાથી વધુ પૈસા કમાવવા માટે આગેકૂચ કરશે.??અનેકવિધ નામાંકિત વ્યક્તિઓ મોખરાનું સ્થાન જયોતિષ વિદ્યાપ્રાપ્તિ કરીને અર્થ ઉપાર્જન માટે કરશે.આ ઉપરાંત ધણાં રાજયોની Education Board માં જયોતિષ અંગેનો અભ્યાસ ફરજીયાત કરવામાં આવે તેવો ગ્રહો નો સંકેત સૂચવે છે અલબત અગામી સમય જ સાબિત કરશે.

આશિષ રાવલ તથા
પ્રદ્યુમન ભટ્ટ
મોબાઈલ નં.94267 00179

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap