કાલોલ તાલુકાના રાબોડ ગામમાં દીપડાના આટાફેરા, જુઓ CCTV

પંચમહાલ: જિલ્લાના ઘોંઘબા તાલુકામાં હાહાકાર મચાવતા બે દીપડા પકડાયા બાદ ફરી દીપડાએ કાલોલ તાલુકામાં દેખા દીધી છે. જેમા રાબોડ ગામમા આવેલા એક મંદિરના સીસીટીવીમાં દીપડો કેદ થયો છે.

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકામાં હાહાકાર મચાવનાર બે દીપડા કાટાવેડા તેમજ ગોયાસુંડલ ગામેથી પાજરામા પકડાયા હતા. આ દીપડાને પકડવા વનવિભાગે મહેનત કરવી પડી હતી. એક્ષપર્ટ ટીમને બોલાવી પડી હતી. જેમા એક પછી એક એમ બે દીપડા વનવિભાગના પાજરામા પકડાયા હતા. જેના કારણે વનવિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમા ફરી દિપડો કાલોલ તાલુકામાં દેખાયો છે.

કાલોલ તાલુકાના રાબોડ ગામમાં દીપડો દેખાયો છે.ગામના મંદિર પાસે લગાવેલા સીસીટીવી કેમેરામાં દીપડો કેદ થયો છે.રાત્રિના સમયે દિપડો દેખાતા લોકોમા ફફડાટ વ્યાપી ગયો છે.રબોડ ગામ પાસે જંગલમા રહેતો હોવાનુ લોકોમા ચર્ચાઈ રહ્યુ છે.વનવિસ્તાર હોવાને દીપડા રહેતા હોય છે.ત્યારે ઘણીવાર ખોરાકની શોધમા આવી જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap