સરળ શબ્દોમાં સમજો કોરોના વેક્સીનના ગંભીર સવાલોના જવાબ !

ડૉ. યોગેશ ગુપ્તા: કહેવામાં આવી રહ્યું છે કે કોરોના મહામારી હવે તેના અંતિમ પડાવમાં છે. આવું એટલા માટે કે તેની વેક્સીન તૈયાર થઇ ગઇ છે. આ વેક્સીન કેટલી હદે કારગર છે તે તો પછી ખબર પડશે. પરંતુ અત્યારથી જ કોરોનાની વેક્સીનને લઇને અનેક સવાલો થઇ રહ્યાં છે. જેમ કે લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ઉતાવળમાં તૈયાર થયેલી વેક્સીનની અનેક સાઇડ ઇફેક્ટ હોઇ શકે છે. પરંતુ હકિકત શું છે તે આવો સવાલ જવાબમાં જાણીએ.

  1. વેક્સીન લીધા બાદ કોઇ ગંભીર સાઇડ ઇફેક્ટ થશે ?

માણસ જીવનમાં દરરોજ હાર્ટ અટેક, પેરાલીસિસ, ઇમ્યુન ડીસીઝ વગેરે જેવી બીમારી જોવા મળે છે. વેક્સીન ડ્રાઇવ વખતે કરોડો લોકોને વેક્સીન આપવામાં આવશે. જેમાં ઘણા લોકોને વેક્સીન આપ્યા પછી ઘણી બધી રોજીંદી બીમારી જોવા મળશે. જેની એ બધાને સાઇડ ઇફેક્ટનું નામ ન આપી શકાય. સાચી સાઇડ ઇફેક્ટ કોને કહેવાય કે જે એક બે નહીં પરંતુ તમામ લોકોને સરખી થવી જોઇએ. એક બેથી વધુ લોકોને સાઇડ ઇફેક્ટ થાય તો તે બધાને ખબર પડી જાય એટલે જગજાહેર થઇ જાય. એટલું જ નહીં જો કોઇ સાઇડ ઇફેક્ટ હોય તો તે ગણતરીના દિવસોમાં જ ખબર પડી જાય.

પ્રશ્ન 2. વેક્સીનના લાંબાગાળે શું સાઇડ ઇફેક્ટ છે ?

અંદાજે 35000 લોકોને Pfizer અને મોડેર્ના વેક્સીન આપવામાં આવી છે જેમાં એક બે મહિના બાદ એક પણ વ્યક્તિમાં સાઇડ ઇફેક્ટ નજરે પડી નથી. આવી જ ઓક્સફોર્ડની એસ્ટ્રા ઝાનેકા વેક્સીન અને ભારત બાયોટેક વેક્સીન છે. આ તમામ ફાર્મા કંપની કોઇ રાતો રાત બની નથી. તમામ ટોચની કંપનીઓ છે અને દુનિયામાં તેમની અનેક વેક્સીન વપરાસમાં લેવાઇ રહી છે. જો વેક્સીન સ્વાસ્થ્ય માટે ખતરારૂપ હોય તો આજે દુનિયામાં કોઇપણ બાળક સ્વસ્થ્ય હોત નહીં.

પ્રશ્ન 3. હું હેલ્કકેર વર્કર/વૃદ્ધ વ્યક્તિ છું તો મને ક્યારે મળશે વેક્સીન

જ્યારે મેં અગાઉથી જ કીધું હતું કે તમામ લોકો ઇચ્છે છે કે તેને પહેલા વેક્સીન આપવામાં આવે. પરંતુ હેલ્થકેર વર્કર, હાઇક રિસ્ક પિપલ અને ફ્રન્ટલાઇન બ્યૂરોકેટ્સ અને ઓફિસરોને પહેલા વેક્સીન આપવી જોઇએ. આ કોઇ નાનું કામ નથી. સરકાર પર વિશ્વાસ રાખવો અને ખાસ કરી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમ દ્વારા અફવા ફેલાવવી નહીં. અન્ય દેશોની જેમ આપવા દેશમાં પણ આ વેક્સીનેશનની પ્રક્રિયાને સુજારૂરૂપથી પાર પડે તેવા પ્રયાસો કરવા.

પ્રશ્ન 4. વેક્સીનેશન માટે લાઇનમાં ઉભું રહેવું પડશે, મને વેક્સીન કેવી રીતે આપવામાં આવશે ?

હાલના સમયે સરકારની ક્ષમતા ખુબ જ સારી છે. સરકાર પાસે ઉચ્ચ માનસિક્તા અને કોઠાસૂઝ ધરાવતા કર્મચારીઓ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોયું કે સરકાર ડિઝિટલ ડિલિવરી સિસ્ટમ પર કામ કરી રહી છે. રાહ જુઓ અને વિશ્વાસ રાખો. ભારત મોટો દેશ છે. આપણે બધા સરસ રીતે વેક્સીન મેળવી લઇશું.

પ્રશ્ન 5. હું કોરોના પોઝિટિવ છું તો શું મારે હજી વેક્સીન લેવી પડશે ?

તમે કોરોના પોઝિટિવ હોવ કે ન હોવ બધા માટે જરૂરી છે વેક્સીન. વેક્સીનને કારણે ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. તમે કોરોના પોઝિટિવ હોવ તો તમને અત્યારે થોડીક ઇમ્યુનિટી જરૂર મળી હશે. પરંતુ લાંબાગાળા માટે સારી ઇમ્યુનીટી જાળવી રાખવા માટે વેક્સીન મદદરૂપ થાય છે.

તમને યાદ કરાવી દવ કે અમે દર વર્ષે ફ્લૂની વેક્સીન આપીએ છીએ. દરેક બીમારી અને દરેક વેક્સીનનું ટાઇમ ટેબલ નક્કી કરવામાં આવેલું હોય છે જે આપણે અનુસરવું જરૂરી છે. કોઇ એવી વેક્સીન હોય જે જીવનમાં એકવાર લેવાની હોય છે જ્યારે કોઇ એવી હોય જે વારંવાર લેવી પડે. આ વેક્સીનમાંથી કેટલીક 100 ટકા કારગર નીવડતી હોય છે જ્યારે કોઇ વેક્સીન ઓછી કામ કરે. દુનિયામાં તમામ વેક્સીનમાં નાના-મોટા સુધારાની જરૂર તો રહેલી જ હોય છે.

પ્રશ્ન 6. Pfizer કે ઓક્સફર્ડ ? બે માંથી કઇ વેક્સીન હું લઇ શકું ?

હાલના સમયે કઇ વેક્સીન લેવી તે કહેવું ઉતાવળભર્યું રહેશે. એક કહેવત છે કે ‘ભિખારીની કોઇ પસંદ હોતી નથી’. એવી તમામ વેક્સીન સુરક્ષીત અને અસરકારક હોય જેને સરકારે અને ઓથોરિટીએ અપ્રૂવ કરી હોય. આથી તમને જે વેક્સીન આપવામાં આવે તે તમારા માટે તો સારી જ હશે. કઇ વેક્સીન પસંદ કરવી તેની પસંદગી કરવા માટે તમારે થોડા વર્ષોની રાહ જોવી પડશે.

પ્રશ્ન 7. વેક્સીન લીધા બાદ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું હું પાલન ન કરું તો ચાલે ?

જો આપણે આપણી ભૂલોમાંથી જરાય શીખ નહીં લઇએ તો 2020 જેવું ભયાનક વર્ષ આગળ પણ આવશે. માણસ જાતીની પ્રકૃતી એવી છે જે ભૂલો કરી શીખે છે અને પોતાના વ્યવહારમાં પરિવર્તન કરે છે. માસ્ક હંમેશા મદદરૂપ રહેશે. જાપાન અને સાઉથ કોરિયાના લોકો મહામારી પહેલા અને પછી પણ માસ્ક પહેરવાનું બંધ કર્યું ન હતું. બીનજરૂરી ભીડવારા વિસ્તારો, રેલી અને મોટી સંખ્યામાં લોકોની હાજરીમાં થતા લગ્ન સમારંભોમાં હવે બદલાવ કરવાની જરૂર છે. કુદરતની ચેતાવણી પરથી માણસે બોધપાઠ લઇને જીવનધોરણ સુધારવું જ પડશે.

લેખક : ડૉ. યોગેશ ગુપ્તા

MD PHYSICIAN

ફોન : 99250-06256

ઈમેલ : [email protected]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap