દિલ્હી,રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ કોરોના ટેસ્ટના દરમાં થયો ઘટાડો, હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા

દેશમાં કોરોના વાયરસની મહામારીને લઈને સરકાર સતર્ક બની ગઈ છે. તેમના તસફથી આ કોરોનાના સંક્રમણને રોકવા માટે તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. તેને ધ્યાનમાં લઈને દિલ્હી,રાજસ્થાન કોરોના ટેસ્ટ દરમાં ઘટાડો કર્યો હતો, ત્યાર બાદ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ દર ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

દિલ્હી,રાજસ્થાન સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટના દરમાં ઘટાડો કર્યાને ધ્યાનમાં લઈને ગુજરાત સરકારે RT-PCR ટેસ્ટની કિંમત 800 રૂપિયા કરી દીધી છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે.આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા થતો હતો. જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી.

ભારતમાં કોરોનાના કેસ 94 લાખને પાર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં મંગળવારે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા, 94,62,000ને પાર ગઈ છે, જ્યારે બીમારીમાંથી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા, 88,89,585ને વટાવી ગઈ છે. જ્યારે રિકવરી દર 93.94 ટકાએ પહોંચી ગયો છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,37,621 લોકોના મોત નિપજ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાંથી 47,151, કર્ણાટકથી 11,778, તમિળનાડુથી 11,712, પશ્ચિમ બંગાળથી 8,424, ઉત્તર પ્રદેશમાંથી 7,761, પંજાબથી 4807, ગુજરાતમાંથી 3,260 લોકો મૃત્યુ પામ્યા છે. અને 3,260 મધ્યપ્રદેશના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap