અમદાવાદ: શહેરમાં કોરોનાના ચેપનો ફેલાવો અટકાવવા શુક્રવારથી નાઇટ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉચ્ચ સરકારી અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી. ત્યારે હવે કાલથી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાતના 9થી સવારના 6 સુધી કર્ફ્યૂનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ કર્ફ્યુ એમ જ લાગુ રેહશે.
•અમદાવાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું•
•આજે રાત્રે 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સમગ્ર શહેરમાં કર્ફ્યુ..
•કોઈ પણ રહેવાસી ઘરની બહાર કે જાહેર જગ્યા પર ફરી શકશે નહીં.
•વાહનો અવર જવર પર પ્રતિબંધ.
•લગ્ન પર સ્થાનિક પોલીસ મજૂરી આપી શકશે.
•અંતિમ સંસ્કારમાં 20 જેટલા પરવાનગી આપવામાં આવશે.
•દૂધ વિતરણ ચાલુ રહેશે
•રેલવે અને એરપોર્ટ પર ટેક્ષી -કેબ સેવાને મજૂરી પણ ટીકીટ બતાવાની રહેશે.
•એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસાપન એજન્સી ચાલુ રહેશે.
•સી.એ, એ.એસ.સી ,સી.એસ સહિત તમામ પરીક્ષા આપવા જતા વિધાર્થી આઈકાર્ડ ફરજીયાત રહેશે.
•ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ને પણ અવર જવર પર મજૂરી.
•પોલોસ કમિશનર તરફથી અનિવાર્ય સંજોગોમાં ખાસ પરવાનગી આપનાર વ્યક્તિ અવર જવર કરી શકશે.
•તમામ પ્રકારના માલ સામાનના પરિવર્તન મજૂરી.
•તમામ છૂટછાંટો માં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ડ્સ સહિત પાલન કરવાનું રહેશે.
•પેટ્રોલિયમ,સી.એન.જી ,એલ.પી.જી ,પાણી ,વીજ ઉત્પાદ સહિત સેવાઓ શરૂ રહેશે.
•પોલીસ કમિશ્નર જાહેરનામા ભંગ કરનાર ગુનો દાખલ કરવામાં આવશે.
