ભાવેશ રાવલ, જૂનાગઢ: રાજ્યના સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 અને કોલેજ ચાલુ કરવાના નિર્ણય લેતા સ્કૂલો ફરી શરુ થઇ છે અને કોરોનાની ગાઈડ લાઈન અનુસાર જૂનાગઢની સ્કૂલોમાં સાવચેતીના પગલા લઇ સ્કૂલો ખોલવામાં આવી છે.

હાલ જૂનાગઢ શહેર તેમજ ગામડાઓમાં વાલીના સંમતી પત્રક બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે અને સરકારની ગાઈડ લાઈન મુજબ સામજિક અંતર,માસ્ક, સેનેટાઇઝ,થર્મલ ગન દ્વારા વિદ્યાર્થીઓને ચેક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જૂનાગઢના જાણીતા શિક્ષણ વિદ પ્રદીપ ખીમાણી દ્વારા સરકારના નિર્ણયને આવકાર્યો હતો અને તમામ શાળા દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ ઓન લાઈન શિક્ષણથી કંટાળી ગયા હતાં. જેને લઇ ફીજીકલ શિક્ષણ શરુ થાય તે જરૂરી હતું. હાલ ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયોનો અભ્યાસ ચાલુ કરી દેવામાં આવ્યો છે.

આજથી સમગ્ર ગુજરાતની સાથે અમરેલી જિલ્લામાં પણ આજથી શાળા અને કોલેજનો થયો પ્રારંભ ચુક્યો હતો. શાળા અને કોલેજમાં 50 ટકા ઉપરાંત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અમરેલીની દિપક હાઈસ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીનીઓને વેલકમ કીટ જેમાં માસ્ક,સેનેટાઇઝર અને થર્મલ ગનથી ટેમ્પરેચર માપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
