વિદેશમંત્રી એસ જયશંકરે લદ્દાખમાં વધી રહેલા વિવાદને ધ્યાનમાં લઈને ચીનની સાથે દ્વિપક્ષીય સંબંધોની વર્તમાન સ્થિતિને સૌથી ખરાબ ગણાવી છે.જયશંકરે કહ્યું કે, ભારત પાછલા 30-40 વાર્ષોમાં ચીન સાથેના સંબંધ સૌથી ખરાબ છે.
પૂર્વી લદ્દાખ અને અન્ય વિસ્તારોમાં લાઈન ઓફ એક્યુઅલ (એલએસી) પર ચાલી રહેલા વિવાદોનો ઉલ્લેખ કરતા મંત્રીએ કહ્યું કે, ચીનીઓ સંપૂર્ણ સૈન્યની તૈયારીઓ સાથે હજારો સૈનિકોને એલએસી પર લાવ્યા છે.’
કોરોના વાયરસ મહામારી વચ્ચેની સરહદ પર ચીનની ઉશ્કેરણી પર હાકલ કરતા, જયશંકરે કહ્યું, “આ સ્વાભાવિક રૂપે સંબંધને બગાડે છે.”
15 જૂનના ગલવાનન ધાટીની ઘટના વિશે વાત કરતાં મંત્રીએ કહ્યું કે,આશ્ચર્યજનક વાત નથી કે,જ્યારે સરહદ પર સૈનિકો એકબીજાની ખૂબ નજીક હોય ત્યારે કંઇક ભયાનક રીતે ખોટું થયું હતું.
ગલવાનની ઘટનાને ચીન વિરુદ્ધ રાષ્ટીય ભાવનાને પૂર્ણ રીતે બદલી દેવાયા છે. તેમણે કહ્યું કે, આને ધ્યાનમાં રાખતા 1975માં સરહદ પર અંતિમ વખત ભારતના સૈનિક હતાહત થયા હતા.
15 જુને ભારત અને ચીનના સૌનિકો વચ્ચેની ઝડપમાં એક કમાન્ડિંગ અધિરાકી સહિત 20ભારતીય સેનાના જવાનો શહીદ થયા હતા. ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીને પણ આ ઘટનાને લઈને ખૂબ જ મોટુ નુકશાન થયું હતું.
મંગળવારે ચીનના એક વરિષ્ટ અધિકારીએ કહ્યું હતું કે, સરહદ પર ચાલી રહેલા તણાવને ઓછો કરવા માટે બંને દેશોને વાતચીતો થઈ રહી છે. ચીની વેદેશ મંત્રાયલના પ્રવક્તા હુઆ ચુનયિંગે એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે, આવનારા સમયમાં વાતચીત માટે વિશિષ્ટ મુદ્દા પર વધુ ચર્ચા જલ્દી થવાની છે.
ભારત અને ચીન વચ્ચે મે મહિનાથી શરૂ થયેલી સરહદી ગતિવિધીઓને હલ કરવા માટે 6 નવેમ્બરે કોર કમાન્ડર સ્તરની સૌન્ય ચર્ચાનો 8મો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો.
હુઆએ કહ્યું કે,”બન્ને પક્ષ પાછલા વાટાઘોટના માધ્યમથી પહોંચેલા હાલની સહમતિ પર આગળની વાતચીત માટે વિશિષ્ટ વ્યવસ્થા પર ચર્ચાનું આયોજન કરશે.”
