પીએમ મોદીની સંસદીય કાર્યાલયને Olx પર વેચવા માટે મુકી, જાણો પછી શું થયું…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વારણસી સ્થિત સંસદીય કાર્યાલયને Olxની વેબસાઈટ પર વેચવા માટે મુકવામાં આવી હતી. તેને પગલે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.

OLXની વેબસાઈટ પર મુક્યો હતો ફોટ

વારણસી SSP અમિત પાઠકે જણાવ્યું હતું કે,”ગુરૂવારે જાણવા મળ્યું હતું કે, બનારસના ભેલૂપુર સ્થિત જવાહર નગર કોલોનીમાં પ્રધાનમંત્રીના કાર્યલયની ફોટોને Olx વેબસાઈટ પર મુકવામાં આવ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં લઈને ભેલૂબુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધીને તત્કાલ તપાસ હથ ધરવામાં આવી હતી. આ મામલાની કાર્યવાહી કરતા ચાર શખ્સોની ધરપકડ કરી હતી, જે વ્યક્તિ દ્વારા ફોટાને વબસાઈટ પર મુકવામાં આવ્યો હતો, તેની પર ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.”

આ ઘટના સામે આવતા જ પોલીસ દ્વારા તત્કાલ એક્સનમાં આવી હતી અને Olx પરથી આ ફોટાને હટાવીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

આ કેસમાં ચાર લોકોની સંડોવણી બહાર આવ્યા બાદ પોલીસે તેમને રાત્રે કસ્ટડીમાં લીધા છે. ભેલૂપુરના ગુરબાગ ખાતે જવાહર નગર ઓફિસના જુદી-જુદી ચાર ફોટાઓ અપલોડ કરવામાં આવ્યા હતા.Olxના ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap