૨૦૨૧ શરુ થતા સાથે ચોરે ચપાટે એકજ ચર્ચા થઈ રહી છે કે, વર્ષમાં શનિની પનોતીની શું સ્થિતિ છે.તો આપ સર્વેની જાણ માટે ફરી જણાવી દઉં કે શનિની સાડાસાતી શનિ ગ્રહ કઈ રાશિમાં ભ્રમણ કરશે તેના આધારે નક્કી થાય છે.
૨૦૨૧ દરમિયાન શનિ મહારાજ મકર રાશિમાંથી ભ્રમણ કરવાના છે. જેના લીધે મિથુન રાશિને નાની પનોતી લોઢાના પાયે છે. જેને કારણે ખોટો નિર્ણય લેવાઈ શકે તથા ચામડીને લગતી શારીરિક તકલીફ થાય જ્યારે તુલા રાશિને પણ નાની પનોતી લોઢાના પાયે ચાલી રહી છે, જે ચિંતા રખાવનાર અને સખત મહેનત કરાવનાર બને છે તથા ખોટા રોકાણો થઈ થાય તેને કારણે આવક-જાવક ની સમતુલા ન રહે. જ્યારે મોટી પનોતી એટલે કે સાડા સાતી ધન,મકર અને કુંભ રાશિને ચાલી રહી છે.
ધન રાશિને મોટી પનોતી ચાંદીના પાયે સારી છે. નોકરી ધંધામાં ફાયદા રૂપ બને તથા સરકારી લાભો થાય જ્યારે મકરને સોનાના પાયે અકારણ ટેન્શન અપાવે ઓચિંતા નવા-નવા પ્રશ્નો ખડા કરનાર બને છે. તો કુંભને મોટી પનોતી લોઢાના પાયે વધુ મહેનતે ઓછું પરિણામ આપનારી બને છે.
આકસ્મિક નોકરી જઈ શકે.બંધન યોગ બને.કબજિયાત ને લગતી તકલીફો વધે.ઉપરની બધી રાશિઓ ૨૦૨૧ માં શનિદેવ અને શિવ આરાધના દર્શન કરે કે મૃત્યુંજય મંત્રની માળા કરે તો તે વિપરીત અસરમાં થી બચી શકે છે.શારીરિક, માનસિક, આર્થિક સ્થિતિ માં ચોક્કસ સુધારો જણાશે.શનિ પનોતી મુક્તિ નિવારણ માટે સ્ટીલના પાત્રમાં સરસવનું તેલ ભરી તેમાં મુખ જોઈ શનિ મંદિરે કે પીપળા નીચે મુકવાથી પનોતીમાં રાહત મળે છે આ ઉપરાંત શનિની વસ્તુઓ નું દાન કરવાથી લાભ થાય છે.શકય હોય તો નિત્ય શિવ મંદિરમાં જઈ ને મનોમન દર્શન કરવા.
(જાણીતા જયોતિષી આશિષ રાવલ)
