ફરી ભાજપમાં જોડાઈ 80ના દાયકાની આ અભિનેત્રી

7 ડિસેમ્બરના દિવસે અભિનેત્રીમાંથી નેતા બનેલી વિજયાશાંતિ સોમવારે ફરી એકવાર ભાજપમાં જોડાઈ. તેમણે પોતાની રાજકીય કારકીર્દિની શરૂઆત 1990ના દાયકામાં ભાજપ સાથે કરી હતી અને બાદમાં તે અન્ય પોર્ટિઓમાં જોડાઈ ગઈ હતી.

આ પ્રસંગે વિજયાશાંતિએ કહ્યું હતું કે,તેલંગાણાની જનતાની આકાંક્ષાઓ ફક્ત ભાજપ જ પૂરી કરી શકે છે.

ફરી ભાજપમાં જોડાઈ 80ના દાયકાની આ અભિનેત્રી

80 અને 90 ના દાયકામાં વિજયાશાંતિ તેલુગુ ફિલ્મોમાં સફળ અભિનેત્રી હતી. તેણે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વિજયાશાંતિએ અગાઉ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

મહાસચિવ અરૂણ સિંહ, કેન્દ્રીયમંત્રી જી. કિશન રેડ્ડી અને તેલંગાણા એકમના અધ્યક્ષ બાંદિ સંજય કુમારની હાજરીમાં તેઓ અહીં પાર્ટીના મુખ્યાલયમાં ભાજપમાં સામેલ થયા હતા. વિજયાશાંતિએ ભાજપ છોડ્યા બાદ તે ટીઆરએસ અને કોંગ્રેસમાં જોડાઈ હતી. 54 વર્ષીય વિજયાશાંતી સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે.

તે અલગ તેલંગાણા રાજ્યના આંદોલન સાથે પણ સંકળાયેલી હતી. તેમણે કહ્યું કે,શાસક ટીઆરએસ નવા રાજ્યના લોકોના સપના પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની આગેવાનીવાળી સરકારમાં પ્રચંડ ભ્રષ્ટાચાર છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેલંગાણામાં ભાજપ તેની સંભાવના અંગે વિશ્વાસ છે. અગાઉ, તેમણે ડબકા વિધાનસભા બેઠક માટેની પેટા ચૂંટણીમાં ટીઆરએસ જીતીને લોકોને આશ્ચર્યચકિત કર્યા હતાં. તાજેતરમાં પાર્ટીએ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap