પ્રિયંકા ચોપરા બોયફ્રેન્ડ સાથે રંગેહાથ પકડાઇ હતી, પુસ્તકમાં કર્યો ચોંકાવનારા ખુલાસો

એન્ટરટેનમેન્ટઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલ તેના સંસ્મરણાત્મક પુસ્તક ‘અનફિનિશ્ડ’ માટે ચર્ચામાં છે, જે 9 ફેબ્રુઆરીએ લોન્ચ થયું છે. આ બુકમાં તેણે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફના ઘણા રસપ્રદ ખુલાસા કર્યા છે. આ બુકમાં એક કિસ્સો તેણે તેની ટીનેજમાં રહેલા બોયફ્રેન્ડનો પણ જણાવ્યો છે. પ્રિયંકાએ જણાવ્યું કે જ્યારે તે ભણવા માટે અમેરિકા ગઈ હતી અને એક દિવસ તેની આંટીએ ઘર પર તેને બોયફ્રેન્ડ સાથે પકડી લીધી હતી. આ દરમ્યાન તેણે આંટીથી આ વાત છુપાવવા પોતાના બોયફ્રેન્ડને કબાટમાં પૂરી દીધો હતો. ત્યારે પકડાઈ જતાં આંટીએ પ્રિયંકાની માતાને આ વાતની ફરિયાદ પણ કરી હતી.

પ્રિયંકા ચોપરાએ બુકમાં આ કિસ્સા વિશે જણાવ્યું કે અમુક વર્ષો માટે તે અમેરિકામાં તેના રિલેટિવ સાથે રહેતી હતી અને સ્કૂલ જતી હતી. ત્યારથી તેને એક છોકરા સાથે પ્રેમ હતો. પ્રિયંકાએ બુકમાં તે છોકરાનું નામ ‘બોબ’ જણાવ્યું છે. તેણે બુકમાં જણાવ્યું કે કઈ રીતે તેની આંટીએ એકવાર તેને ઘરમાં બોયફ્રેન્ડ બોબ સાથે પકડી લીધી હતી.

પ્રિયંકાએ બુકમાં જણાવ્યું કે તે 10મા ધોરણમાં હતી અને તે સમયે તે અમેરિકામાં તેની કિરણ આંટી સાથે ઇન્ડિયાનાપોલીસમાં રહેતી હતી. ત્યારે સ્કૂલમાં તેની મુલાકાત બોબ સાથે થઇ હતી. પોતાના ફની અંદાજ અને રોમેન્ટિક જેસ્ચરને કારણે બોબે પ્રિયંકાનું દિલ જીતી લીધું હતું. પ્રિયંકાએ જણાવ્યું કે બોબે તેને પોતાની એક ચેન પણ ગિફ્ટ કરી હતી. બંને સ્કૂલમાં એકબીજાનો હાથ પકડીને ફરતાં હતાં. પ્રિયંકા બોબના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે લગ્ન પણ કરવા ઇચ્છતી હતી.

પ્રિયંકાએ લખ્યું, ‘એક દિવસ બોબ અને હું એકબીજાનો હાથ પકડીને ટીવી જોઈ રહ્યાં હતાં. મેં બારીમાંથી મારાં આંટીને ઘર તરફ આવતાં જોયાં અને હું ઘણી ડરી ગઈ હતી. તે સમયે બપોરે 2 વાગી રહ્યા હતા અને તે તેમનો ઘરે પરત ફરવાનો સમય પણ ન હતો. ત્યારે બોબને ઘરની બહાર મોકલવાનો કોઈ રસ્તો ન મળતાં મેં તેને મારા રૂમના કબાટમાં પૂરી દીધો હતો. ત્યારબાદ મેં તેને કહ્યું હતું કે રૂમની બહાર નહીં નીકળતો, જ્યાં સુધી આંટી ને બહાર ન મોકલી દઉં.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap