દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને કરેલી આ ટ્વીટને લોકો રિહાના સાથે જોડાવા લાગ્યા, જાણો કારણ

બોલવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ટ્વિટર પર ખૂબ સક્રિય રહે છે, તોઓ સતત ટ્વીટ નંબર સાથે તેમના શબ્દો લખે છે,ક્યારેક કવિતાઓ તો ક્યારેક જૂની યાદોને તોજી કરાવે છે. મંગળવારે મોડી રાત્રે અમિતાભ બચ્ચને એક કવિતા શેર કરી હતી.

અમિતાભ બચ્ચને લખ્યું કે,”झूठे इंसान कि ऊंची आवाज सच्चे इंसान को खामोश करा देती है. लेकिन सच्चे इंसान की खामोशी झूठे इंसान की बुनियाद हिला देती है.”

બિગ બીના આ ટ્વીટનો અર્થ એ છે કે, જુઠ્ઠાના અવાજમાં સત્ય દબાવવામાં આવે છે, પરંતુ તેનાથી વધારે જો સત્ય કહેનાર વ્યક્તિ ચૂપ થઈ જાય તો ખોટો વ્યક્તિ અંદરથી નબળો પડી જાય છે.

આટલું જ નહીં, અમિતાભ બચ્ચને પણ થોડા કલાકોમાં એક અન્ય ટ્વીટ કર્યું છે. તેમાં લખ્યું કે,”ઇચ્છા મુજબ બોલવા માટે, તમારી ઇચ્છા વિરુદ્ધ સાંભળવાની તાકાત હોવી જોઈએ.”

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે પોતાની વાત રાખવા માટે દરેક ટ્વીટની ગણતરી રાખે છે, તે ટ્વીટમાં નંબર લખે છે.

પોપ સિંગર રિહાનાએ કરેલી ટ્વીટને સવાલ

જણાવી દઈએ કે બિગ બીની ટ્વીટની કમેન્ટમાં ઘણા યુઝર્સે પોપ સિંગર રીહાનાના ખેડૂતોને સમર્થન આપતા આ ટ્વીટનો ઉલ્લેખ કરી રહ્યાં છે. ઘણા ટ્વિટર યુઝર્સે અમિતાભ બચ્ચન અને બોલિવૂડના અન્ય કલાકારોની મૌન પર પણ સવાલ ઉભા કરી રહ્યા છે. આ કિસ્સામાં, રિહાનાના ટ્વિટ બાદ બિગ બીના આ ટ્વિટના જુદા જુદા અર્થ કાઢવામાં આવી રહ્યાં છે.

પોપ સ્ટાર રિહાનાએ ખેડૂત પ્રદર્શનના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. તેમણે CNNનો લેખ #FarmersProtest હેશટેગ સાથે શેર કર્યો, જેમાં લખ્યું, ‘આપણે તેના વિશે કેમ વાત નથી કરી રહ્યા.’ રિહાનાના વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ ટ્વિટર ફોલોઅર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap