કોરોના વેક્સિનને લઈને ખોટી અફવા ફેલાવવા પર થશે આવી કાર્યવાહી

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને પત્ર લખ્યો છે કે તેઓ કોરોનાની રસી વિશે ખોટી માહિતી ફેલાવવાથી રોકવા માટે જરૂરી પગલાં લેવા.

દેશમાં નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં વેક્સિન સલામત અને રક્ષણાત્મક બંને મળી છે, કેન્દ્રીય ગૃહ સચિવ ભલ્લાએ જણાવ્યું હતું કે, સામાજિક અને અન્ય માધ્યમોમાં નિરર્થક અને ભ્રામક અફવાઓ ફેલાઈ રહી છે, જેના કારણે આ વેક્સિનની સલામતી અને અસરકારકતા પર અસર થઈ રહી છે.

પત્રમાં મુખ્ય સચિવોને જણાવાયું છે કે, “આવી અફવા ફેલાવવાથી લોકોમાં ખોટી માન્યતાએ શંકા ઊભી થઈ શકે છે. તેથી વેક્સિનની સલામતી અને રોગપ્રતિકારક શક્તિને લગતા આવા તમામ ખોટા આક્ષેપોની તપાસ કરવી જોઈએ.”

પત્રમાં ગૃહ સચિવે રાજ્યોને ખોટી અફવાઓ ફેલાવવાના પ્રયાસની તપાસ માટે યોગ્ય તંત્ર મૂકવા તાકીદ કરી છે.

ગૃહ સચિવે કહ્યું, “ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 અને ભારતીય દંડ સંહિતા, 1860ની સંબંધિત જોગવાઈઓ હેઠળ, આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો અને સંગઠનો સામે શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે.”

આ દરમિયાન, કેન્દ્રએ લોકોને કોરોના રસી વિરુદ્ધ અફવાઓનું ધ્યાન ન આપવા જણાવ્યું છે, જેને દેશમાં ઇમરજન્સી યુઝ ઓથોરિટી (EUA) માટે મંજૂરી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap